આનંદનગરમાં મહેફિલ માણતા કોલ સેન્ટરના કિંગ નીરવ રાયચુરા ઝડપાયોે
૧૦ હજાર ડોલરના બીટકોઈન મળ્યા ઃ ક્રિકેટ, ફુટબોલ સટ્ટો, હવાલાના કરોડોના હિસાબો મળતા ઈડી અને ઈન્કમટેક્સ સક્રિય
અદ્યતન ઓફિસમાં અનેક અનૈતિક ધંધા ચાલતા હોવાની શંકા
અમદાવાદ, મંગળવાર
આનંદનગરમાં ઓફિસમાં દારૃની મહેફિલ માંણતા કોલ સેન્ટરના કિંગ નીરવ રાયચુરા સહિત ત્રણ જણાને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં આરોપીઓના મોબાઈલ અને ડાયરીમાંથી ૧૦ હજાર ડોલરના બીટકોઈન તેમજ ક્રિકેટ,ફુટબોલના સટ્ટા અને ગેરકાયદે હવાલાના હિસાબો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ સાથે ઈડી અને ઈન્કમટેક્સ વિભાગે પણ તપાસમાં જોતરાઈ છે, તટસ્થ તપાસ બાદ મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. તે સિવાય અમદાવાદ ગ્રામ્ય પોલીસે રાયચુરાના ચાંગોદરના ઘરે દરોડો પાડી વિદેશથી મંગાવેલી લાખોની કિમતની દારૃની બોટલો, ૩૦ લાખની કિંમતના દાગીના રેન્જ રોવર કાર અને પિસ્ટલ મળીને કુલ રૃ.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આનંદનગર પોલીસને માહિતી મળી હતી કે ે રમાડા હોટેલ સામે સફલ પ્રોફીટેર કોમ્પ્લેક્સમાં ઓફિસમાં કેટલાક શખ્સો દારૃની મહેફિલ માણી રહ્યા છે. આથી ઝોન-૭ના ડીસીપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસે ૨૬ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે અહીં દરોડો પાડયો હતો. પોલીસે અંદર જઈને જોયું તો ત્રણ શખ્સો દારૃની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે અહીંથી સાણંદ હાઈવે સરખેજ શાંતિપુરા સર્કલ પાસે રીવેરા ગ્રીન્સમાં રહેતા નીરવ હર્ષદભાઈ રાયચુરા (૩૮),સાઉથ બોપલમાં ગાલા સ્વીંગમાં રહેતા સંતોષ એસ.ચોસલા (૪૪)અને આનંદનગરમાં કર્ણાવતીનગરમાં રહેતા રાહુલ ધરમશીભાઈ પુરબીયા(૨૭)ની અટક કરી હતી. પોલીસે અહીંથી દારૃની એક ભરેલી બોટલ તથા ૧૧ ખાલી બોટલો કબજે કરી હતી. તે સિવાય હુકો પણ મળી આવ્યો હતો. પુછપરછમાં નીરવે વિદેશી દારૃ ચિરાગ અને પરાગ નામના શખ્સો પાસેથી મંગાવ્યો હોવાનું કહ્યું હતું.પોલીસે તેમની પાસેથી છ મોબાઈલ અને ૫૦ પાનાની ડાયરી કબજે કરી હતી. જેમાં શંકાસ્પદ હિસાબો લખેલા છે.
ઉપરાંત આરોપીઓ જે ટેબર પર દારૃ પીતા હતા તે ટેબલના ડ્રોઅરમાંથી સોના અને હીરાના ૩૦ લાખ રૃપિયાની કિંમતના દાગીના કબજે કર્યા હતા. પોલીસે અહીંથી મોબાઈલ, દારૃ, સોના અને હીરાના દાગીના વગેરે મળીને રૃ.૩૯,૨૫,૦૦૦ની કિમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્યારબાદ આનંદનગર પોલીસે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી સાથે મળીને સાણંદ રોડ પરના રીવેરા ગ્રીન ખાતેના મકાન પર દરોડો પાડયો હતો. અહીંથી પોલીસને વિદેશી દારૃની ૫ ભરેલી તથા ૧૯ ખાલી બોટલો કબજે કરી હતી. ઉપરાંત રેન્જ રોવર કાર અને પિસ્ટલ કબજે કરી હતી. આ અંગે ચાંગોદર પોલીસે વિદેસી દારૃની ગેરકાયદે આયાત કરવાનો ગુનો નોંધ્યો હતો.
ગોવામાં સૌથી મોટો જુગારનો કેસીનો ધરાવતો હતો
અમદાવાદ, મંગળવાર
આનંદનગરમાં પોતાની ઓફિસમાં દારૃની મહેફિલ માણતા નીરવ રાયચુરા ઝડપાતા અનેક રહસ્યો ખુલવા પામ્યા છે. નીરવ ગોવામાં બીગ ડેડી નામનું કેસીનો ધરાવતો હતો અને પોતાનું પ્રાઈવેટ ક્રુઝ પણ ધરાવતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
નીરવ રાયચુરા પોતે કેસીનોનું સંચાલન કરતો હતો પોતાનું પ્રાઈવેટ ક્રુઝ પણ ધરાવતો હોવાનુ ખુલ્યું

નીરવ રાયચુરા ગોવામાં બીગ ડેડી નામું પોતાનું કેસીનો ધરાવતો હતો. અવારનવાર ગોવા જતો નીરવ આ કેસીનોનું સંચાલન કરતો હતો અને કેસીનોમાં અનેક માણસો કામ પર રાખ્યા હતા. નીરવ રાયચુરાની પુછપરછ કરવામાં આવતા આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે, એમ ઝોન-૭ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું.
બીજીતરફ નીરવ મોંઘુદાટ અને ધનાઢ્યો લોકોને જ પોસાય તેવું પોતાનું પ્રાઈવેટ ક્રુઝ પણ રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
નીરવ રાયચુરા ગોવામાં બીગ ડેડી નામું પોતાનું કેસીનો ધરાવતો હતો. અવારનવાર ગોવા જતો નીરવ આ કેસીનોનું સંચાલન કરતો હતો અને કેસીનોમાં અનેક માણસો કામ પર રાખ્યા હતા. નીરવ રાયચુરાની પુછપરછ કરવામાં આવતા આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે, એમ ઝોન-૭ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું.
કોલ સેન્ટર કિંગ સાગર ઠાકર સાથે કોલ સેન્ટર ચલાવતો હતો
આનંદનગરમાં પીનેકલ સેન્ટરમાં સૌથી મોટા કોલ સેન્ટર ચલાવતા સાગર ઠાકર સાથે અગાઉ નીરવ રાયચુરા ભાગીદારીમાં કામ કરતો હોવાનું કહેવાય છે. પોતાના કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારી ૫૦ હજાર ડોર્નો ટાર્ગેટ પુરો કરે તેને રશિયન યુવતી અને ગોવાની ટ્રીપ ઓફર કરવામાં આવતી હતી.
નીરવની ૫૦ પાનાની ડારીમાં હવાલા જેવા કરોડોના હિસાબ મળ્યા
નીરવ રાયચુરાની ઓફિસમાંથી પોલીસને ૫૦ પાનાની ડાયરી મળી આવી હતી. જેમાં ક્રિકેટ, ફુટબોલ ઉપરાંત હવાલાને લગતા કરોડોના હિસાબો મળી આવ્યા છે. જેને પગલે પોલીસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) અને ઈન્કમટેક્સ વિભાગને જાણ કરતા તેમણે પણ તપાસ હાથ ધરી છે.
-----
સાણંદના ઘરેથી વિદેશથી મંગાવેલી લાખોની કિંમતની એન્ટીક દારૃની બોટલો મળી
નીરવના સાણંદ ખાતેના ઘરેથી પોલીસને લાખોની કિંમતની વિદેશથી મંગાવેલી દારૃની એન્ટીક બોટલો મળી આવી છે. આ બોટલો તેને ચિરાગ અને પરાગ નામના શખ્સો વિદેશથી મંગાવી આપતા હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય પોલીસે નીરવની રેન્જ રોવર કાર અને તેની પિસ્ટલ પણ કબજે કરી છે. જે લાયસવ્સવાળી હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું હતું.
રેકેટ પકડાતા રાયચુરાની પત્ની પોલીસને થાપ આપી ફરાર
પોલીસે નીરવ રાયચુરાના સાણંદના ઉલારીયા પાસેના રિવેરા ગ્રીન મકાન પર દરોડો પાડયો ત્યારે નીરવના માતા પિતા અને નોકરો મળી આવ્યા હતા. જોકે નીરવની પત્ની ક્રિશ્ના પોલીસને થાપ આપીને બાગી ગઈ હતી.
આરોપી સંતોષ ચોસલા વિરૃધ્ધ હત્યાના ત્રમ બનાવો નોંધાયેલા છે
નીરવ સાથે મહેફિલ માણતા પકડાયેલા સતોષ ચોસલા વિરૃધ્ધ ભાવનગરમાં હત્યાના ત્રણ ગુના નોંધાયેલા હોવાનું આનંદનગર પોલીસે જણાવ્યું હતું.
પોલીસની રહેમ નજર હેઠળ આઠ વર્ષથી ગોરખધંધો ચાલતો હતો
આનંદનગરમાં રમાડા હોટેલ સામે સફલ પ્રોફિટેર ઓફિસમાં નીરવ અને તેના સાગરીતો છેલ્લા આઠ વર્ષથી ગેરકાયદે ધંધા કરતા હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસની રહેમ નજર હેઠળ આ ગોેરખધંધા ચાલતા હોવાથી એક પણ વખતે આહીં દરોડો પડયો ન હોવાની ચર્ચા ચાલી રહી છે.
ે
ઘરમાં જ મહેફિલ માટે અલાયદો વૈભવી રૃમ બનાવ્યો હચતો
નીરવે તેના સાણંદના ઘરમાં અલગથી વૈભવી રૃમ બનાવ્યો હતો. પોતાના કોમન ડ્રિકીંગ રૃમમાં મહેફિલ કરવાના ઈરાદે ડ્રિકીંગ રૃમનો અડ્ડા તરીકે ઉપયોગ કરતો હતો.