નડિયાદમાં આવેલી ન્યુ ભારત હિંગ સપ્લાયર્સની ઓફિસ પર NIAના દરોડા
ટેરર ફંડિગ અંગેની તપાસનો મામલો
હિંગ કંપનીના માલિક અસ્મા પઠાણ દિલ્હી સેન્ટ્રલ વકફ બોર્ડના સભ્ય છેઃ
સોમવાર
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા નડિયાદમાં આવલી ન્યુ
ભારત હિંગ સપ્લાયર્સની ક્રિષ્ના હિંગની ઓફિસ પર ટેરર ફંડના મામલે દરોડા પાડવામાં આવ્યા
હતા. હિંગ કંપનીની માલિક અસ્મા પઠાણ દ્વારા કરોડો રૂપિયાના ટેરર ફંડને લઇને વ્યવહાર
કરાયાની બાતમીને આધારે એનઆઇએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અસ્મા પઠાણ
દિલ્હી વક્ફ બોર્ડના મેમ્બર છે અને ભાજપ સાથે સંકળાયેલા છે. એનઆઇએ દ્વારા આગામી દિવસોમાં સર્ચ ઓપરેશન યથાવત
રાખવામાં આવશે. તેમ સુત્રોેએ જણાવ્યું હતું.
હિંગ કંપનીના માલિક અસ્મા પઠાણ દિલ્હી સેન્ટ્રલ વકફ બોર્ડના સભ્ય છેઃ કરોડો રૂપિયાના ટેરર ફંડના વ્યવહાર થયાની બાતમીને
આધારે કાર્યવાહી કરવામાં આવી
સોમવારે સવારે વહેલી સવારે એનઆઇએની એક ટીમ દ્વારા નડિયાદમાં
આવેલી ન્યુ ભારત હિંગ સપ્લાયર્સની ક્રિષ્ના હિંગની ઓફિસ પર ટેરર ફંડને લઇને દરોડા પાડવામાં
આવતા ખળભળાટ મચી ગયો હતો. ન્યુ ભારત હિંગ સપ્લાર્સની માલિક અસ્મા પઠાણ વિરૂધ્ધ એનઆઇએને
ટેરર ફંડીગને લઇને મહત્વની ટીપ મળી હોવાથી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
વહેલી પરોઢે સવારે પાંચ વાગે એનઆઇએની ટીમ અચાનક જ મરીડા રોડ પર આવેલી ન્યુ ભારત હિંગ
સપ્લાયર્સની ઓફિસ અને અસ્મા પઠાણના અમદાવાદી બજારમાં આવેલા મકાન પર દરોડો પાડવામાં
આવ્યો હતો. બપોરના સાડા ત્રણ સુધી કાર્યવાહી ચાલી હતી અને એનઆઇએને અનેક મહત્વના પુરાવાની
વિગતો મળી છે. જે માટે કોમ્પ્યુટર્સ,
હાર્ડ ડીસ્ક સહિતનો મુદ્દામાલ સીલ કરાયો છે. અસ્મા પઠાણ સેન્ટ્રલ દિલ્હી વકફ બોર્ડના
સભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના સાથે પણ સકળાયેલા છે. પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી
સાથે તેમનો ફોટો પણ સોશિયલમાં વાયરલ થયો છે.
દિલ્હી ખાતે ટેરર ફંડના કેસની તપાસમાં નડિયાદથી પણ અનેક વ્યવહાર થયાનું બહાર
આવતા એનઆઇએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. એનઆઇએને મળેલા પુરાવાને લઇને આગામી
દિવસોમાં અનેક મોટી કાર્યવાહીની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ સાથે એનઆઇએ દ્વારા
નડિયાદની લોકલ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની પણ મદદ લેવામાં આવી હતી.