Get The App

શાહઆલમમાં અહીયા કેમ આવ્યા છો કહીને પડોશીએ માતા-પુત્રને બેટથી માર્યા

પરિવાર નવા ઘરમાં સામાન મૂકવા ગયા હતા ત્યારે યુવકે આવીને ઝઘડો કર્યો

અહીયાં આવવાનું નહી કહીને ગાળો બોલી તકરાર કરીને હુમલો કર્યો હતો

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
શાહઆલમમાં અહીયા કેમ આવ્યા છો કહીને પડોશીએ માતા-પુત્રને બેટથી માર્યા 1 - image

અમદાવાદ, રવિવાર

શાહઆલમમાં માતા-પુત્રને અહીયા કેમ આવ્યા છો કહીને પડોશી યુવકે બેટથી માર માર્યા હતા. જેમાં માતા-પુત્ર અને તેમની પુત્રી તેમના નવા મકાનમાં સામાન મૂકવા ગયા હતા ત્યારે શખ્સે આવીને તકરાર કરી હતી તેમજ શખ્સે ત્રણેયને અહીયા આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે મહિલાએ પડોશી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ત્રણ વર્ષ પહેલા લીધેલા મકાનમાં રહેવા જતા હતા તો આરોપીએ અહીયાં આવવાનું નહી કહીને ગાળો બોલી તકરાર કરીને હુમલો કર્યો હતો

 દાણીલીમડા વિસ્તારમાં રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શાહ આલમમાં રહેતા પડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે  ત્રણ વર્ષ પહેલા મહિલાના પુત્રના નામે મકાન લીધેલું હતું. જેમાં તા ૧૬ ડિસેમ્બરે રાત્રીના સમયે તેઓ તેમના પુત્ર અને પુત્રી સાથે તેમના શાહઆલમ ખાતેના મકાને સામાન મૂકવા ગયા હતા. ત્યારે  પડોશી યુવક  લાકડાનું બેટ લઇને આવ્યો હતો અને બિભત્સ ગાળો બોલીને ત્રણેયને અહિયા કેમ આવ્યા છો અહીયા આવ્યો છો તમારે આવાનું નહી કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

એટલું જ નહી લાકડાના બેટથી માતા અને પુત્ર ઉપર હુમલો કર્યો હતો. આ બનાવના પગલે બુમાબુમ થતાં લોકો ભેગા થઇ ગયા હતા. મહિલાએ તે સમયે પોલીસને ફોન કરતા આરોપી નાસી ગયો હતો.  આ બનાવ અંગે મહિલાએ  પડોશી શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.



Google NewsGoogle News