ફિલિપાઇન્સની મહિલા ડ્રગ્સ પેડલરની ૬.૫૦ કરોડના હેરોઇન સાથે ઝડપાઇ

અમદાવાદ એરપોર્ટ એનસીબીનું ઓપરેશન

ટ્રાવેલ્સ હિસ્ટ્રીની તપાસમાં મહિલા ૨૦ વાર ભારતમાં આવી હોવાનું ખુલ્યું ઃ કરોડોના ડ્રગ્સની હેરફેર બહાર આવી

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
ફિલિપાઇન્સની મહિલા ડ્રગ્સ પેડલરની ૬.૫૦ કરોડના હેરોઇન સાથે ઝડપાઇ 1 - image

અમદાવાદ, બુધવાર

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી  એક ફિલિપાઇન્સની મહિલા પાસેથી રૂપિયા ૬ .૫૦ કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં સપ્લાય કરવાનો હતા. પ્રાથમિક તપાસમાં આ મહિલા બે વર્ષમાં ૨૦ વાર ભારતમાં અલગ અલગ શહેરોમાં આવી ચુકી હતી. જેમાં ત્રમ વાર અમદાવાદ આવી હતી. જેના આધારે ડ્રગ્સ સપ્લાયની કડી મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. એનસીબીના  અમદાવાદ ઝોનલ  યુનિટના  એડીશનલ ડાયરેક્ટર બાલીરામ પાટીલને ચોક્કસ બાતમી મળી હતી કે  અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફિલિપાઇન્સથી એક મહિલા ડ્રગ્સનો જથ્થો લઇને આવવાની છે. જે અમદાવાદમાં જ સપ્લાય કરવાનો છે. જે બાતમીને આધારે એનસીબીની ટીમ દ્વારા ફિલિપાઇન્સથી આવેલા પેસેન્જરો પર વોચ ગોઠવીને જીનાલીન લિમોનને શંકાને આધારે ઝડપીને  તેની પાસે રહેલી સ્કૂલ બેગની સ્ટ્રીપમાં છુુપાવેલો ૨.૧૨ કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૬.૫૦ કરોડ અંદાજવામાં આવી છે. એનસીબીએ મહિલા પેડલરની પુછપરછ કરતા તે બે વર્ષમાં ભારતમાં ટુરીસ્ટ વિઝા પર ૨૦ વાર આવી ચુકી છે. જે પૈકી અમદાવાદ ત્રણ વાર આવી હતી.  એક ટ્રીપમાં તે બે થી અઢી કિલો હેરોઇનની હેરફેર કરતી હતી. આમ, તેણે અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી વધારાની કિંમતનો ડ્ગ્સ ભારતમાં ઘુસાડી ચુકી હોવાની શક્યતા એનસીબીએ વ્યક્ત કરી છે. આ અંગે વધુ તપાસમાં મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા  વ્યક્ત કરવામાં આવી છે.


Google NewsGoogle News