સનાતન ધર્મના પુજનીય ભગવાનોની મૂર્તિ પુજનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો

રોબિન્સવિલે અક્ષરધામના ઉદ્દઘાટનને ત્રણ દિવસ બાકી

વિશ્વમાં ૨૦ જેટલા મોટા ધર્મગુરૂઓ વિશેષ ઉપસ્થિત રહ્યાઃમૂર્તિ પ્રતિષ્ઠા વિધીમાં હજારો હરિભક્તો જોડાયા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સનાતન ધર્મના પુજનીય ભગવાનોની મૂર્તિ પુજનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો 1 - image

અમદાવાદ, ગુરૂવાર

અમેરિના ન્યુજર્સીના રોબિન્સવિલે ખાતે  વિશ્વનું બીજા નંબરના સૌથી મોટા હિંદુ મંદિર અક્ષરધામનું ઉદ્દઘાટન બીએસપીએસના વડા મંહત સ્વામી મહારાજના હસ્તે  આગામી આઠમી ઓક્ટોબરના રોજ થવાનું છે.  જે ઉજવણીના ભાગરૂપે વિવિધ ઉત્સવ યોજવામાં આવી રહ્યા છે. જેમાં બુધવારે મૂતિપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. જેમાં સનાતન હિન્દું ધમાના પૂજનીય ભગવાન શ્રી રામ, શ્રી  કૃષ્ણ અને શ્રી શંકર અને બીએપીએસની આધ્યાત્મિક ગુરૂપંરાપરાના ગુરૂની મૂર્તિઓનું પુજન કરવામા આવ્યું હતું. બોચાસણવાસી એક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) દ્વારા અમેરિકાના ન્યુજર્સીના રોબિન્સવિલેમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા હિંદુ મંદિર અક્ષરધામનું આગામી આઠમી ઓક્ટોબરના રોજ ઉદ્દઘાટન થનાર છે. જે પહેલા વિવિધ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ ધર્મના ૨૦ જેટલા ધર્મગુરૂઓ અને પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં  સનાતન હિંદુ ઘર્મના પુજનીય  ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા માતા , શ્રી હનુમાનજીશીવ પાર્વતી, ગણેશજી, કાર્તિકેય, શ્રીકૃષ્ણ , રાધાજી અને શ્રી તિરૂપતિ બાલાજીની તેમજ બીએપીએસની ગુરૂપંરાપરાના આધ્યાત્મિક ગુરૂઓની મૂર્તિની પૂજાનો ઉત્સવ ઉજવાયો હતો. જેમાં દેશ વિદેશમાંથી આવેલા હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.   આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગીરીજીએ જણાવ્યું કે  શાશ્વત કાળ માટે રચાયેસું અક્ષરધામ એક દિવાદાંડી સમાન છે. જે અનંતકાળ સુધી પ્રકાશ આપશે અને અનેક પેઢીઓ આ મંદિરથી સનાતન હિંદુના સંસ્કારનું સિંચન કરશે. આ મંદિર હિંદુ વારસાના જતનનું પ્રતિક બની રહેશે.  મૂર્તિ પૂજાના આ આ કાર્યક્રમમા ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી, બૌદ્વ અને હિદું ધર્મના ૨૦ જેટલા ધર્મગુરૂઓ પણ હાજર રહ્યા હતા. બીએપીએસના વડા મહત સ્વામીએ તેમના આર્શીવચનમાં કહ્યું કે  આપણે એક આકાશ, એક ધરતી પર રહીએ છીએ અને એક જ હવામાં શ્વાસ લઇએ છીએ. તો એકતા પાયાની બાબત છે.

 


Google NewsGoogle News