નિકોલમાં તકરારની અદાવતમાં ત્રણ શખ્સોએ માતા અને પુત્ર ઉપર હુમલો કર્યો

પૂર્વમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના વધતા બનાવો

નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
નિકોલમાં તકરારની અદાવતમાં ત્રણ શખ્સોએ માતા અને પુત્ર ઉપર હુમલો કર્યો 1 - image

અમદાવાદ,શનિવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે.નિકોલમાં અગાઉ થયેલી તકરારની અદાવતમાં પડોસી શખ્સોએ માતા અને પુત્ર ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પડોશી શખ્સોએ પુત્રને મારતા છોડાવવા વચ્ચે પડતાં માતાને માર મારતાં કપડાં પણ ફાટી ગયા

નિકોલમાં રહેતી શ્રમજીવી મહિલાએ પડોશમાં રહેતા ત્રણ શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેમનો પુત્ર દૂધ  લેવા માટે ગયો હતો આ સમયે પડોશી યુવકે તેના બે મિત્રો સાથે મળીને અગાઉ થયેલ તકરારની અદાવતમાં ફરિયાદી મહિલનાના પુત્રને ગાળો બોલીને માર મારવા લાગ્યા હતા. 

બુમાબુમ થતા ફરિયાદી મહિલા અને તેમની માતા દોડીને પુત્રને છોડાવવા વચ્ચે પડતા  આરોપીએ તેમને પણ માર માર્યો હતો.  જો કે લોકો આવી જતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. મારા મારીમાં મહિલાના કપડાં પણ ફાટી ગયા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News