ડિસેમ્બર મહિનામાં ત્રણ ફ્લાઇટથી ૭૫૦ લોકો ગેરકાયદેસર રીતે USA પહોંચ્યા

દેશના સૌથી મોટા કબુતરબાજીના કૌભાંડની તપાસમાં અનેક ખુલાસા

માત્ર દુબઇના વિઝા લઇને અબુધાબીથી ભાડાના વિમાનમાં નિકારાગુઆ જવા નીકળ્યા ઃ એજન્ટોએ અનેક લોકો પાસેથી વોટ્સેપ મેસેજ ડીલીટ કરાવ્યા

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ડિસેમ્બર મહિનામાં ત્રણ ફ્લાઇટથી ૭૫૦ લોકો ગેરકાયદેસર રીતે  USA પહોંચ્યા 1 - image

અમદાવાદ,શુક્રવાર

દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ૬૬ ગુજરાતીઓ સહિત ૨૭૬ ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઇ જવાની ઘટના બાદ કરવામાં આવી રહેલી તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવાની સાથે સમગ્ર કેસ અંગે વિગતો મેળવવામાં આવી હતી. જેમાં વિગતો બહાર આવી છે કે ડિસેમ્બર મહિનામાં દુબઇથી ત્રણ ટ્રીપ નિકારાગુઆ માટે લગાવીને ૭૫૦થી વધુ ભારતીયોને મેક્સિકો બોર્ડર મોકલાયા હતા. જેમાં ૨૦૦ જેટલા ગુજરાતીઓને સમાવેશ થતો હતો. આ ઉપરાંતવિટ્રી એરપોર્ટથી  ઝડપાયેલા ભારતીયો માત્ર દુબઇના વિઝા સાથે ગયા હતા. પરંતુ, દુબઇ એરપોર્ટથી ગેરકાયદેસર રીતે નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા. આમ, આ દેશનું સૌથી મોટુ કબુતરબાજીનું કૌભાંડ હોવાનુૂં સામે આવ્યું છે. ગત ડિસેમ્બર મહિનામાં દુબઇથી નિકારાગુઆ જતા સમયે લિજેન્ડ એરલાઇનનું ફ્રાંસના વિટ્રી એરપોર્ટ પર ફ્યુઅલીંગ માટે આવ્યું તે સમયે  ફ્રાંસ પોલીસે તપાસ કરતા ૨૭૬ થી વધારે પેસેન્જર પાસેથી દુબઇથી નિરાકાગુઆની એર ટિકિટ મળી આવી હતી. પરંતુ, પાસપોર્ટમાં વિઝા શંકાસ્પદ જણાઇ આવતા ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રીતે અમેકિાના જવાના કબુતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ તમામ મુસાફરોને ભારત લાવવામાં આવ્યા હતા. જે પૈકી ૬૬ ગુજરાતી મુસાફરો અંગે ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૪ એજન્ટોના સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની વધુ માહિતી આપતા સીઆઇડી ક્રાઇમના એડીજીપી ડૉ. રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે વિટ્ી એરપોર્ટથી ઝડપાયેલી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટથી ડિસેમ્બર મહિનામાં ત્રણ ટ્રીપ નિકારાગુઆ માટે લગાવવામાં આવી હતી. જેમાં ૭૫૦ ભારતીયો ગેરકાયદેસર રીતે મેક્સિકો પહોંચ્યાની શક્યતા છે. જેમાં ૨૦૦ જેટલા ગુજરાતીઓ હોય શકે તેમ છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  ઝડપાયેલા  ૬૬ ગુજરાતીઓના પાસપોર્ટની તપાસ કરતા તે દુબઇ ફરવા માટેના વિઝા સાથે પહોંચ્યા હતા અને જ્યાંથી તેમને બનાવટી ટિકિટ સાથે નિકારાગુઆ જતા હતા.  જેથી આ અંગે  નેશનલ એજન્સીની મદદથી તપાસ કરવામાં આવશે.  આ સાથે એવીપણ વિગતો બહાર આવી છે કે કેટલાંક એજન્ટો મોટાભાગના લોકોને મોબાઇલમાંથી ડેટા ડીલીટ કરાવી દીધા હતા. જે રીકવર કરવા માટે ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. આ સાથે તપાસમાં અન્ય એજન્ટોના નામ પણ બહાર આવી શકે તેમ છે.

 અમેરિકા ગયા બાદ  ેએજન્ટોને ૭૦ ટકા રકમ મળતી હતી


ભારતમાં કબુતરબાજીની મદદથી અમેરિકા મોકલવા માટે એજન્ટોનું મોટુ નેટવર્ક સક્રિય હોય છે. જેમાં એક વ્યક્તિદીઠ ૮૦ લાખ થી એક કરોડ સુધીની રકમ નક્કી કરવામાં આવતી હતી. જેમાં ૩૦ ટકા રકમ અલગથી લેવામાં આવતી હતી. બાકીના નાણાં અમેરિકામાં પ્રવેશ મેળવ્યા બાદ ચુકવવામાં આવતા હતા. જો કે જોખમની સામે એજન્ટો ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોના સગા પાસેથી ગેરંટી લેતા હોય છે.  કેટલાંક કિસ્સામાં જો બાકીની રકમ ન ચુકવવામાં આવે તો તે ગેરંટર પાસેથી વસુલવામાં આવતી હોય છે. એક  એજન્ટને વ્યક્તિદીઠ ૧૦ લાખ થી ૧૫ લાખની ચોખ્ખી આવક થતી હતી.

 અમેરિકામાં  ભારતીયોને વકીલોની મદદ મળતી હતી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ભારતીયો  ઘુષણખોરી બાદ જો પકડાઇ જાય તો તેમને છોડાવવા માટે અને અમેરિકામાં અસાઇલમ મેળવવા મદદ કરવા એજન્ટો દ્વારા અમેરિકામાં મોટાપ્રમાણમાં વકીલોને રોકવામાં આવતા હતા. જે અસાઇલમ મેળવવા માટેના કારણો રજૂ કરવામાં મદદ કરતા હતા. પંજાબના લોકોને મોટાભાગે ્ખાલીસ્તાની હોવાનું  કહીને દેશમાં પરેશાન કરવામાં આવતા હોવાથી ભારતથી આવ્યાનું  જણાવવાનું કહેવામાં આવતું હતું. તો સાથેસાથે ગુજરાતીઓ અને અન્ય લોકોને કામ અપાવવા માટે કોમ્યુનિટીની મદદ મળતી હતી.

 કબુતરબાજીનું કૌભાંડ પંજાબથી સંચાલિત થતુ હતું

કબુતરબાજીના કૌભાંડની તપાસ અંગે સીઆઇડી ક્રાઇમને વિગતો મળી છે કે દેશમાં સૌથી વધારે પંજાબથી લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હતા. સામાન્ય રીતે એક પ્લેનમાં ૩૦૦ પેસેન્જર પૈકી ૨૦૦ જેટલા પંજાબ રાજ્યના હોય છે.  જો કે ઓછામાં ઓછા ૨૫૦ લોકો હોય તો જ ફ્લાઇટ બુક કરવામાં આવતી હોવાથી પંજાબના એજન્ટોની ગુજરાતના એજન્ટને જાણ કરીને ગુજરાતીઓને સાથે લઇ જતા હતા. જો કે મોટાભાગે દરેક ફ્લાઇટમાં ૨૮૦ જેટલા ભારતીયો એજન્ટોને મળી જતા હતા.


Google NewsGoogle News