રિઝર્વ બેંક સહિત ૧૪ બેંકોમાં ૧૩.૫૬ લાખની બનાવટી નોટો મળી આવી
બેંકોમાં ચિલ્ડ્રન બેંકની નોટો પણ જમા થઇ ગઇ
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપમાં ફરિયાદ નોંધવામાં આવીઃબે હજાર, પાંચસો સહિતની બનાવટી નોટ મળી આવી
અમદાવાદ,સોમવાર
્અર્થતંત્રને નુકશાન કરવા માટે બનાવટી ચલણી નોટોને બજારમાં ફરતી કરવામાં આવે છે. જેમાં બેંકોમાં પણ બનાવટી ચલણી નોટો જમા કરવામાં આવે છે. અમદાવાદમાં પાંચ મહિના દરમિયાન ૧૩.૫૬ લાખની કિંમતની બનાવટી ચલણી નોટો જમા કરવામાં આવી હોવાની ફરિયાદ એસઓજી દ્વારા નોંધવામાં આવી છે. જેમાં કેટલાંક ગઠિયાઓએ ચિલ્ડ્રન બેંકની નોટ પણ જમા કરાવવામાં આવી હતી. અમદાવાદ એસઓજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદની વિગતો એવી છે કે છેલ્લાં પાંચ મહિના દરમિયાન શહેરની ૧૪ જેટલી બેંકોમાં કુલ ૧૩.૫૬ લાખની કિંમતની કુલ ૨૧૫૩ બનાવટી ચલણી નોટો જમા કરાવવામાં આવી હતી. આ નોટોમાં રૂપિયા બે હજાર, પાંચસો, બસો , સો અને પચાસના દરની બનાવટી ચલણી નોટો તેમજ ચિલ્ડ્રન બેંકની નોટોનો સમાવેશ થતો હતો. આ નોટો ડીસીબી, એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઇડીબીઆઇ બેંક, બેંક ઓફ બરોડા, કાલુપુર બેંક, યશ બેંક, કોટક બેંક, એસબીઆઇ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક અને એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. બે દિવસ પહેલા બેંકોમાં ૧૯૦૪ બનાવટી ચલણી નોટો જમા કરાવવામાં આવી હોવાની ફરિયાદ એસઓજીમાં નોંધવામાં આવી હતી.