Get The App

અમદાવાદમાં પેરામીલેટરી ફોર્સ ઉપરાંત, સાત હજાર પોલીસ સ્ટાફ સ્ટેન્ડ ટુ

લોકસભાની ચૂંટણી અનુસંધાનમાં પોલીસનો એક્શન પ્લાન

શહેરની મતદાન મથકની અને સ્ટ્રોગ રૂમ સહિતની બિલ્ડીંગોની પોલીસ કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી

Updated: May 4th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં પેરામીલેટરી ફોર્સ ઉપરાંત, સાત હજાર પોલીસ સ્ટાફ સ્ટેન્ડ ટુ 1 - image

અમદાવાદ,શનિવાર

આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.  ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા સંદર્ભમાં સમીક્ષા કરીને આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના સાત હજાર પોલીસ કર્મચારીઓ ઉપરાંત, પેરામીલેટરી ફોર્સના સ્ટાફ સહિત વિવિધ કંપનીઓ તૈનાત રહેશે. જ્યારે પોલીસ વિભાગની સાથે ૮૦ ટકા સુધીનું પોસ્ટલ બેલેટ મતદાન પૂર્ણ કરાયું છે. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઇને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.  આ અંગે માહિતી આપતા પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે  અમદાવાદ શહેરના પોલીસના સાત હજાર પોલીસ સ્ટાફ સાથે  આઇટીબીપી, સીઆઇએસએફ, બીએસએફ, સીઆરપીએફ ઉપરાંત, અન્ય રાજ્યોની પોલીસના જવાનો પણને બંદોબસ્તમાં જોડવામાં આવતા અમદાવાદમાં ૧૧ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓ બંદોબસ્તમાં જોડાશે. જ્યારે પોસ્ટલ  બેલેટ દ્વારા ૮૨ ટકા જેટલું મતદાન પૂર્ણ થયું છે. જે આગામી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, પોલીસની  અન્ય કામગીરીમાં અમદાવાદમાં ૧૦૭ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૭૬ આરોપીઓ અન્ય રાજ્યોના હતા.  જ્યારે નવ હજાર જેટલા નોન બેલેબલ વોંરટની બજવણી કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ  અને વિવિધ એજન્સીઓ દ્વારા ૩૦ હજાર જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. ૪૨ હજાર જેટલા અસામાજીક તત્વો સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ચાર હજાર જેટલા હથિયારો જમા લેવામાં આવ્યા છે. અમદાવાદમાં  ૪૧૩૨ બુથ પૈકી ૯૩૧ બુથ ક્રિટીકલ જાહેર કરાયા છે. અમદાવાદ શહેર પોલીસની હદમાં  અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ખેડા અને ગાંધીનગરની લોકસભાનો સમાવેશ થાય છે. શહેરમાં ૫૭ ફ્લાઇગ સર્વલન્સ ટીમ, ૮૬ સ્ટેટેસ્ટીક સર્વલન્સ ટીમ વિવિધ ભાગોમાં સક્રિય રાખવામાં આવી છે. સાથેસાથે મતદાન મથકો અને ચૂંટણી લક્ષી કામગીરી સાથે જોડાયેલી તમામ બિલ્ડીગોનું પોલીસ કમિશનર જી એસ મલિક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ  દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ૩ સ્ટ્રોગ રૂમ અને ડેટા  સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આમઅમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


Google NewsGoogle News