સિટીમાં યોજાયું એક અનોખું પ્રદર્શન....જેમાં કોઇ વસ્તુનું વેચાણ નહીં પણ સકારાત્મકતાનું આદાન પ્રદાન થયું
- મેન્ટલ હેલ્થ વિષય પર મૂડ વેગન કાર્યક્રમ કમ પ્રદર્શન યોજાયું
અમદાવાદ, તા. 25 નવેમ્બર 2022, શુક્રવાર
અમદાવાદ સેપ્ટના વિદ્યાર્થીઓ દ્વારા એક એનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શન એવા વિષય પર હતું જે અમદાવાદ, ગુજરાત કે ભારત નો જ પ્રશ્ન નહીં પણ વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે. આજકાલ લોકોમાં સ્ટ્રેસ અને મેન્ટલ ડિસ્ટર્બન્સનું પ્રમાણ વધી રહ્યું છે. આ વિષય પર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં માનસિક તણાવ પર વાત કરવામાં આવી અને લોકો માનસિક તણાવને કેવી રીતે દૂર કરી શકે તે વિશે ચર્ચાઓ કરવામાં આવી અને કેટલીક એક્ટિવિટીઝ પણ કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસરો અને અન્ય લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા મોજીદ્રા અને રિતિકા શાહ ફેકલ્ટી મોના પ્રભુ અને ટ્યુટર કર્ણવ મિસ્ત્રીની આગેવાની હેઠળ કરવામાં આવ્યો.