એએમટીએસનો પૂર્વ ડ્રાઇવર દારૂના નશામાં રાતના બસ લઇને નીકળ્યો

ડ્રાઇવરે કૃષ્ણનગર ડેપો પરથી એસ ટી બસની ચોરી કરી હતી

લાલ દરવાજાથી પાર્ક કરેલી એએમટીએસની બસ ડ્રાઇવર કરી નહેરૂબ્રીજ પર ટ્રાફિક જામ કર્યો ઃ કારંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News

(આરોપીનો ફાઇલ ફોટો ) અમદાવાદ,સોમવાર

શહેરના નહેરૂબ્રીજના છેડે  સોમવારે રાતના સમયે એક વ્યક્તિ દારૂના નશામાં એએમટીએસની બસ  પાર્ક કરીને ઉભો રહી ગયો હતો.જેના કારણે ટ્રાફિક જામ થતા કાંરજ પોલીેસે સ્થળ આવીને નશામા ધૂત ડ્રાઇવરની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે અગાઉ એએમટીએસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો  અને રાતના સમયે લાલ દરવાજા ડેપો પરથી બસની ચોરી કરી હતી.  એટલું જ નહી  થોડા દિવસ પહેલા કૃષ્ણનગર ડેપો પરથી એક એસટી બસની ચોરી થઇ હતી. જે બસની ચોરી પણ  આ દારૂના નશામાં ઝડપાયેલા ડ્રાઇવરે જ કરી હતી. આમયુવકે દારૂના નશામાં  છ દિવસમાં બે બસની ચોરી  કરી હતી. નહેરૂબ્રીજના ચાંદ શાહીદ દરગાહ પાસે સોમવારે રાતના  બાર વાગે એક એએમટીએસ બસનો ચાલક બેદરકારી પૂર્વક ચલાવીને આવતો હતો. જે બાદ અચાનક તેણે બસને રસ્તા વચ્ચે ઉભી રાખી દીધી હતી. જેના કારણે ટ્રાફિકજામ થતા વાહનચાલકોએ તપાસ કરી ડ્રાઇવર નશામાં ધૂત  હતો.  જેથી આ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર આવીને ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પુછપરછમાં તેનું નામ તુષાર ભટ્ટ (રહે.રાધે ગેલેક્ષી રેસીડેન્સી,નરોડા) હોવાનું જાણવા મળ્યું હતું.  જો કે આ અંગે તેના પરિવારજનોને જાણ કરતા તેમણે તુષાર માનસિક અસ્થિર હોવાનું પ્રમાણપત્ર પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું હતું. તેણે દારૂના નશામાં લાલ દરવાજા ડેપો પરથી બસની ચોરી કરી હતી અને તે ડઇવ કરીને આશ્રમ રોડ તરફ જતો હતો.  પોલીસ તપાસમાં બીજો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગત બુધવારે કૃષ્ણનગર ડેપો પરથી એસ ટી બસની ચોરી થઇ હતી. જે  બસમાં દહેગામના કનીપુર પાસેથી ઝડપાયેલો આરોપી તુષાર ભટ્ટ જ હોવાનું જાણવા મળ્યું હતું.  આ સમયે પણ તેના પરિવાજનોએ  તે માનસિક અસ્થિર હોવાનું કારણ  આપ્યું હતું.  આમ, તેણે છ દિવસમાં બે બસની ચોરી કરી હતી. એએમટીએસના ્અધિકારીઓએ જણાવ્યું કે બસ ચોરીની ઘટના અંગે  પણ બસના પ્રાઇવેટ ઓપરેટર દ્વારા  કારંજ પોલીસ મથકમાં ગુનો નોેંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News