Get The App

તલવાર સાથે આવેલા શખ્સોએ પથ્થરમારો કરી બોટલો ફેંકી

શાહઆલમમાં જૂની તકરારની અદાતમાં વાહન સળગાવી આતંક મચાવ્યો

મધરાતે પથ્થરમારો થતા ભયના માહોલ સાથે લોકોએ દોડધામ મચાવી

Updated: Jun 22nd, 2023


Google NewsGoogle News
તલવાર સાથે આવેલા શખ્સોએ પથ્થરમારો કરી બોટલો ફેંકી 1 - image

અમદાવાદ,ગુરુવાર

પૂર્વ વિસ્તારમા સામાન્ય બાબતની તકરારમાં મારા મારીની ઘટનાઓ વધી રહી છે. ઇસનપુર શાહઆલમમાં જૂની તકરારની અદાવતમાં ચાર શખ્સો તલવાર તથા લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને યુવકના ઘર પર પથ્થરમારો કરીને કાચની બોટલો ફેંકી હતી અને મકાન પાસે પાર્ક કરેલા વાહનની લૂંટ કરી હતી. એટલું જ નહી યુવકના બાઇકને જાહેરમાં સળાગવી દીધું હતું.  આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘર પાસે પાર્ક કરેલું મોપડ લઇ ગયા, મધરાતે પથ્થરમારો થતા ભયના માહોલ સાથે લોકોએ દોડધામ મચાવી મૂકી

 આ કેસની વિગત એવી છે કે  ઇસનપુર વિસ્તારમાં શાહ આલમ પાસે મહિલાએ ઇસનપુર પોલીસ  સ્ટેશનમાં દાણીલીમડા ખાતે રહેતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ દરરોજની જેમ ગઇકાલે રાતે ચોકીદાર બાવાની દરગાહ પાસે બેસવા માટે ગયા હતા અને પરત આવ્યા  ત્યારે તઓએ ત્યાં પાર્ક કરેલું બાઇક ભુલીને ઘરે આવ્યા હતા.

દરમિયાન રાત્રે ૧૨ વાગે આરોપીઓ તલવાર તથા લાકડીઓ લઇને ધસી આવ્યા હતા અને ઘર  ઉપર પથ્થર મારો કરીને કાચની બોટલો ફેંકીને આતંક મચાવ્યો હતો અને તેમના ઘર પાસે પાર્ક કરલું મોેપેડની લૂંટ કરીને લઇને જતા રહ્યા હતા બાદમાં રોડ ઉપર પાર્ક કરેલા ફરિયાદીના બાઇકને સળગાવી દીધું હતુ. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.



Google NewsGoogle News