સગા મામાએ બનાવટી દસ્તાવેજથી ભાણીની મકાન હડપ કર્યાની ફરિયાદ

બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યાનું સામે આવ્યું

બંને ભાણીઓએ મિલકત પરત માંગતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
સગા મામાએ બનાવટી દસ્તાવેજથી ભાણીની મકાન હડપ કર્યાની ફરિયાદ 1 - image

અમદાવાદ,શનિવાર

 શહેરના જુહાપુરામાં રહેતી યુવતીની પારિવારિક મિલકત તેના સગા કાકાએ પચાવી લીધી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.જેમાં તેમણે વર્ષ ૨૦૧૮માં મરણ ગયેલા ફરિયાદી યુવતીના પિતાના નામે વર્ષ ૨૦૨૧માં બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને મિલકત અન્યને વેચી દીધી હતી. આ અંગે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના જુહાપુરામાં આવેલી હાજીબાવા પાર્ક સોસાયટીમાં રહેતા મરીયમબાનું બલોચે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે હાજીબાવા પાર્ક સોસાયટીમાં તેમના પિતા અલ્તાફહુસૈન  બલોચની મિલકત આવેલી હતી. તેમના માતા પિતાનું અવસાન થતા આ મિલકતમાં સીધી લીટીના વારસદાર તરીકે મરીયમબાનું અને તેમના બહેન આવતા હતા.  થોડા મહિનાઓ પહેલા તેમના ધ્યાનમાં આવ્યું હતું કે  આ મિલકતનો સોદો તેમના સગા મામા મોહંમદઅમીન શેખ (રહે.ટોપીવાળાની પોળ,દરિયાપુર) દ્વારા સૈયદ પરવીનબાનુ અને સૈયદ માહેતુર (રહે.હાજીબાવા પાર્ક સોસાયટી,જુહાપુરા)ને  બે સાક્ષીની  સહી સાથે દસ્તાવેજ કરીને વેચી દીધી હતી. આ માટે મોહંમદઅમીને અલ્તાફહુસૈનની  બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરાવી હતી. જો કે અલ્તાફ હુસૈનનું અવસાન વર્ષ ૨૦૧૮માં થયુ હોવા છતાંય, વર્ષ ૨૦૨૧માં સોંગધનામામાં તેમને જીવીત બતાવવામાં આવ્યા હતા. આમ, બોગસ પાવર ઓફ એટર્નીથી મકાન પચાવી પાડયું હોવાથી મરીયમબાનુંએ મિલકત પરત લેવાની વાત કરતા તેના મામાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News