સીઆઇડી ક્રાઇમના દરોડા બાદ અનેક એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યા

પોલીસને અનેક બનાવટી દસ્તાવેજ હાથ લાગ્યા

મહેસાણાના કેટલાંક એજન્ટો પણ સીઆઇડી ક્રાઇમના શંકાના ઘેરાવામાં હોવાનુ ંખુલ્યું ઃ તપાસમાં મોટા ભેદ ખુલશે

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News

 સીઆઇડી ક્રાઇમના દરોડા બાદ અનેક એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યા 1 - imageઅમદાવાદ,શનિવાર

સીઆઇડી ક્રાઇમના દરોડાના પગલે સમગ્ર ગુજરાતમાં  પાસપોર્ટ અને વિદેશમાં વિઝાનું કામ કરતા અનેક શંકાસ્પદ એજન્ટો રાતોરાત ઓફિસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.   આ સાથે પોલીસની રડારમાં મહેસાણાના અનેક એજન્ટો હોવાનું પણ જાણવા મળ્યું છે.   ત્યારે આગામી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ એક સાથે ૧૫ સ્થળોએ પાડેલા દરોડાની યોજનાને લઇને માત્ર ઉચ્ચ અધિકારીઓને જ જાણ કરવામાં આવી હતી અને બાદમાં શુક્રવારે બપોરે ઓફિસ અધિકારીઓને સીઆઇડી ક્રાઇમની અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા ખાતેની ઓફિસ પર બોલાવ્યા હતા. જે બાદ દરોડા માટેના ઓફિસની યાદી આપીને મોકલવામાં આવ્યા હતા. આમ, ઉચ્ચ અધિકારીઓ સિવાય તમામ  સ્ટાફને સમગ્ર ઓપરેશનથી અજાણ રાખવામાં આવ્યા હતા.   એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે તેમની પાસે છેલ્લાં છ મહિના દરમિયાન કેટલીક લીડ આવી હતી. જેમાં બોગસ ડોક્યુમેન્ટને આધારે વિદેશમાં ગયેલા લોકોની  તપાસમાં કેટલાંક એજન્ટોની આડકતરી સંડોવણીની જાણ થઇ હતી. જેના આધારે કેટલાંક એજન્ટોનું લીસ્ટ તૈયાર કરીને એક સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને કેટલાંક એજન્ટો પાસેથી વાંધાજનક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે.  તો લેપટોપ, ડેસ્ક ટોપમાં પણ પણ અનેક ડેટા મળ્યો છે. જે તપાસ બાદ જાહેર થશે.   આ સાથે પોલીસના રડારમાં મહેસાણાના અનેક એજન્ટો હોવાનું જાણવા મળ્યું છે. જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. તો પોલીસના દરોડાના પગલે અનેક એજન્ટ ઓફિસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


Google NewsGoogle News