ચપ્પુ અને તલવાર બતાવી હપ્તો ઉઘરાવતો માથાભારે શખ્સ ઝડપાયો

ખુલ્લેઆમ દાદાગીરી કરતાં બે શખ્સો પૈકી જાફર ફરાર થઇ ગયો હતો

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ચપ્પુ અને તલવાર બતાવી હપ્તો ઉઘરાવતો માથાભારે શખ્સ ઝડપાયો 1 - image

વડોદરા, તા.13 આજવા રોડ પર  લારી લઇને ઉભા રહેતા શ્રમજીવીઓ પાસેથી ચપ્પુ તથા તલવારની અણીએ રૃપિયા  પડાવી ગુંડાગીરી કરતા બે માથાભારે શખ્સ પૈકી આજવારોડના વધુ એકને બાપોદ પોલીસે ઝડપી પાડયો હતો.

કિશનવાડી વુડાના મકાનની બાજુમાં સવિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને આજવારોડ નવજીવન બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટની લારી ચલાવતાં નિર્ભાનસિંહ જયસિંહ પાલ તા.૮મીએ બપોરે બાર વાગ્યે ફ્રૂટની લારી પર હતો ત્યારે સુફિયાન સૈયદ તથા જાફર ઘાંચી આવ્યા હતા અને લારી  પાસે સ્કૂટર ઉભું રાખી ચપ્પુની અણીએ ધમકી આપી બળજબરીથી પેન્ટના ખિસ્સામાંથી ૧,૨૦૦ રૃપિયા કાઢી લીધા હતા. બંને આરોપીઓએ એવી ધમકી આપી હતી કે,જો પોલીસમાં  ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. હપ્તા ઉઘરાવતા આ લુખ્ખા તત્વોએ અંબર કોમ્પલેક્સની આગળ બાદામ જયપ્રકાશ પાલની લારીએ જઇને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી એક  હજાર રૃપિયા કાઢી લીધા હતા. 

ફરીથી પણ જાફર અને સુફિયાર તલવાર લઇને આવ્યા હતા પરંતુ બૂમાબૂમ થતા અન્ય લારીઓવાળા ભેગા થઇ  જતા આરોપીઓ ભાગી ગયા હતાં. આ બનાવની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે અગાઉ એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે ફરાર અન્ય આરોપી જાફર આરીફ ઘાંચી (રહે.સના કોમ્પ્લેક્સ, બહાર કોલોની, આજવારોડ)ને પણ પોલીસે ઝડપી પાડયો હતો.




Google NewsGoogle News