આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા
ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો
મંત્રી નિમિષા સુથારને પગે પડશો નહીં, ભલે મને ભાજપ કાઢી મૂકે, હું ચૂંટણીપ્રચારમાં ગયો ન હતો : મનસુખ વસાવા
અમદાવાદ : ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષા સુથારના આદિવાસીના પ્રમાણપત્રને લઇને વિવાદ ઉઠયો છે. ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જ મંત્રી નિમિષા સુથાર સામે મોરચો માંડયો છે. તેમણે ભાજપ પક્ષ પર આરોપ મૂક્યો છેકે, નિમિષા સુથાર આદિવાસી નથી પણ તેમની પાસે આદિવાસીનુ સર્ટીફિકેટ છે એટલે ભાજપે તેમને મંત્રી બનાવી દીધા છે.
સાંસદ મનસુખ વસાવાએ એવો આક્ષેપ કર્યો છેકે, આદિવાસીઓ વર્ષોથી દેવી દેવતાને પુજતા આવ્યા છે.પણ હું હિન્દુ ધર્મના ઠેકેદારોને કહેવા માંગુ છુકં,ે આદિવાસીઓને દિલથી સ્વિકારજો. આજે ગુજરાતમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર લઇને ફરનારાં સંગઠિત થઇ રહ્યા છે જયારે સાચા આદિવાસીઓ અંદરોઅંદર લડી રહ્યા છે. વિદેશી તાકાત અને રૂપિયાને કારણે બધા સક્રિય બન્યા છે જેનાથી હવે સાવધાન થવાની જરૂર છે.
મોરવા હરફના ધારાસભ્ય નિમિષા સુથારને નવી સરકારમાં મંત્રીપદ અપાયુ છે પણ તેમના આદિવાસીના પ્રમાણપત્રને લઇને આદિવાસી વિસ્તારોમાં આંદોલન ચાલી રહ્યુ છે. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષા સુથારના મામલે સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લો વિરોધ નોંધાવતાં કહ્યું કે, નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય પણ તેમના પિતા આદિવાસી હતા કે નહી તે ખબર નથી.
તેમનુ પરિવાર આદિવાસી જ નથી. છતાંય ભાજપે ે ટિકીટ આપીને નિમિષા સુથારને મંત્રી બનાવી દીધા કેમકે, તેમની પાસે આદિવાસીનું સર્ટિફિકેટ હતું. નિમિષા સુથાર ખોટા છે ને ખોટા જ છે તેવુ ભારપૂર્વક સાથે કહી વસાવાએ આદિવાસીઓને અપીલ કરી કે, નિમિષા સુથાર જયારે રાજપિપળા આવ્યા ત્યારે લોકો તેમના પગેલ પડતાં હતાં પણ વાસ્તવમાં ખોટા લોકોના પગે પડવુ જોઇએ નહી.
વસાવાએ જાહેરમાં એવુ કબૂલ્યું કે, હું નિમિષા સુથારને જીતાડવા ચૂંટણી પ્રચારમાં ય ગયો નથી . ભાજપ મને ભલે કાઢી મૂકે. હુ સાચુ જ બોલીશ. આમ, ભાજપના સાંસદે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી સામે વિરોધ નોંધાવ્યો હતો.