પ્રેમી સાથે જોઇ જતા ભાંડો ફૂટયો કોણ છે પૂછતા પ્રેમી અને પત્નીનો પતિ ઉપર પાઇપથી હુમલો
ઠક્કરબાપાનગરમાં પતિ ઘરે આવ્યો,પત્નીનો પ્રેમી લાજવાના બદલે ગાજ્યો
પાઇપથી હુમલામાં ગંભીર હાલતમાં પતિ સારવાર હેઠળ
અમદાવાદ,બુધવાર
ઠક્કરનગબાપાનગરમાં પતિ બહાર ગામથી પોતાના ઘરે આવ્યો ત્યારે પત્ની અને એક અજાણ્યો શખ્સ ઘરે એકલા હતા. જેથી પતિએ પત્નીને આ કોણ છે પૂછતા તમારે શું લેવા દેવા કહીને પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. પતિએ આરોપી પત્નીનો પ્રેમી હોવાની શંકા આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીએ તમારે શું લેવા દેવા કહીને લાફા માર્યો, પ્રેમીએ પણ માર મારી કરી મારી નાંખવાની ધમકી આપી, પાઇપથી હુમલામાં ગંભીર હાલતમાં પતિ સારવાર હેઠળ
ઠક્કરબાપાનગરમાં રહેતા અને છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૪ ફ્રેબ્રુઆરીએ કડીમાં રહેતા તેમના સગા મૃત્યું પામતા તેઓ ત્યાં ગયા હતા અને તા. ૨૭ ફ્રેબ્રુઆરીએ ઘરે પરત આવ્યા હતા. ત્યારે પત્ની અને અન્ય એક શખ્સ ઘરે હાજર હતા. જેથી યુવકે પત્નીને આ કોણ છે પૂછતા પત્નીએ જે હોય એ તારે શું લેવા દેવા કહીને બિભત્સ ગાળો બોલીને પતિને લાફા માર્યા હતા.
બાદમાં અજાણ્યા શખ્સે પણ યુવક સાથે મારા મારી કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સમયે પત્નીએ પતિને લોખંડની પાઇપના ફટકા માર્યા હતા આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા અજાણ્યો શખ્સ ત્યાંથી નાસી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે યુવકે પત્નીએ અને અજાણ્યા શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.