વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું તા.7મીએ ભવ્ય પ્રસ્થાનનું આયોજન : પોલો ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ
image : Socialmedia
Vadodara Jagannath Rath Yatra : ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી આગામી તા.7, અષાઢી બીજ નિમિત્તે શહેરની દિનચર્યાએ ઈસ્કોન મંદિરથી દ્વારા ભવ્ય રથયાત્રા મહોત્સવનું પ્રસ્થાન રેલવે સ્ટેશનથી બપોરે 2.30 કલાકે પ્રસ્થાન કરાવાશે. આ અગાઉ શહેરના પ્રથમ નાગરિક મેયર પાહિંદ વિધિ કરશે.
વડોદરા રેલ્વે સ્ટેશનથી બપોરે 2:30 કલાકે રથયાત્રા પ્રારંભ થશે. રથપ્રસ્થાન વિધિ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાઓ, ધર્મગુરુઓ, ધારાસભ્યો, કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે 35000 ટન શિરાના પ્રસાદનું વિતરણ કરાશે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં 1000થી વધુ નગરોમાં શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. શહેરમાં આ ઉત્સવનો લાભ લાખો નગરવાસીઓ લઈ પ્રભુના દર્શન કરીને ધન્ય થાય છે.
જગન્નાથ પુરીમાં જેમ ગજપતિ મહારાજ ભગવાન જગન્નાથના રથની સન્મુખ માર્ગની સફાઇ કરે છે તેમ મેયર પિન્કીબેન સોની અન્ય મહાનુભાવો સાથે, પરંપરાને અનુસરી રથયાત્રા સવારીની પાહિંદ વિધિ કરશે રેલ્વે સ્ટેશનથી બપોરે 2:30 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન થશે. રથપ્રસ્થાન વિધિ પ્રસંગે વધારવામાં આવે તો લોકોની મુશ્કેલી રથયાત્રાના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ભગવાનના રથની પાછળ પ્રસાદ વિતરણની ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ પ્રસંગે અગ્રણી મહાનુભાવો, ધાર્મિક ગુરુઓ તથા ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે. રથયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર પ્રભુ ભવ્ય સ્વાગત કરાશે. આ વર્ષે ભક્તજનોને પ્રભુના દર્શન માટે ઠેર ઠેર વિશાળ સ્ક્રીન પણ મૂકવાનું આયોજન છે. જેથી ભક્તજનોને દર્શનમાં કોઈ વિક્ષેપ સર્જાય નહીં. મંદિરમાં સાંજે 5 વાગ્યાથી ભક્તજનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.