Get The App

7 IASની બદલી : અમદાવાદના મ્યુનિ. કમિશનર તરીકે લોચન સેહરા

Updated: Dec 24th, 2021

GS TEAM


Google News
Google News
7 IASની બદલી : અમદાવાદના મ્યુનિ. કમિશનર તરીકે લોચન સેહરા 1 - image


વર્તમાન કમિશનર મુકેશકુમારને શહેરી વિકાસ વિભાગમાં : મુકેશ પુરી GSFCમાં MD બન્યા

ગાંધીનગર : ગુજરાત સરકારે લાંબા સમય પછી રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. સાત અધિકારીઓ બદલાયા છે તેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્યસચિવ મુકેશ પુરીનો સમાવેશ થાય છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે લોચન સેહરાને મૂકવામાં આવ્યા છે, જ્યારે શહેરી વિકાસ વિભાગમાં મુકેશકુમારને મૂકવામાં આવ્યા છે. મુકેશ પુરીની બદલી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની (જીએસએફસી), વડોદરામાં કરવામાં આવી છે. ૧૯૮૮ બેચના આ અધિકારીની બદલી ચાર વર્ષ કરતાં વધુ સમય પછી થઇ છે.

અમદાવાદના કમિશનર તરીકે મૂકાયેલા ૨૦૦૨ બેચના આઇએએસ અધિકારી લોચન સેહરા અગાઉ સ્ટેમ્પડયુટીમાં સુપ્રિટેન્ડેન્ટ અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશન તરીકે પણ રહી ચૂક્યાં છે.

આનંદીબહેન પટેલની સરકારમાં સીએમઓમાં ફરજ બજાવતા કેસી સંપતને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે, જ્યારે રાકેશ શંકરને અર્બન હાઉસિંગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

અધિકારી

હાલની જગ્યા

બદલીની જગ્યા

મુકેશ પુરી

ACS, શહેરી વિકાસ વિભાગ

MD, જીએસએફસી, વડોદરા

મુકેશ કુમાર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર

PS, શહેરી વિકાસ વિભાગ

લોચન સેહરા

સચિવ, અર્બન હાઉસિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર

રાકેશ શંકર

સચિવ, જીએડી (પ્લાનિંગ)

સચિવ, અર્બન હાઉસિંગ (વધારાનો ચાર્જ)

બીઆર દવે

એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર

MD, ગુજરાત લાઇવહુડ પ્રમોશન

કેસી સંપત

MD, ગુજરાત લાઇવહુડ પ્રમોશન

DDO, સુરેન્દ્રનગર

નવનાથ ગવહણ

DDO, સુરેન્દ્રનગર

એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર

Tags :