Get The App

મોબાઇલ એપ્લીકેશનથી લોન લેનાર યુવકને મોર્ફ કરાયેલા ન્યુડ ફોટો મોકલાયા

બહેન, દાદી અને અન્યના ન્યુડ મોર્ફ ફોટો પણ મોકલાયા

રૂપિયા ૨૦ હજારની સામે ૩૦ હજારની ચુકવાયા બાદ પણ ધમકી આપીને નાણાં માંગવામાં આવતા હતા

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
મોબાઇલ એપ્લીકેશનથી લોન લેનાર યુવકને મોર્ફ કરાયેલા ન્યુડ ફોટો મોકલાયા 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા  યુવકે મોબાઇલ એપ્લીકેશનથી રૂપિયા ૨૦ હજારની લોન લીધી હતી. જે બાદ ૩૦ હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવી થઇ હોવા છતાંયલોન આપનારે તેની પાસે નાણાંની માંગણી ચાલુ રાખી હતી. તે પછી યુવકના વોટ્સએપ પર  યુવકના, તેની બહેનના અને દાદીના મોર્ફ કરેલા ફોટો અનેક લોકોને મોકલીને બદનામ કર્યા હતા. જે અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના સેટેલાઇટમાં રહેતા ૩૧ વર્ષીય યુવકે ઇમીટેશન જ્વેલરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને વેપાર ધંધા માટે નાણાં જરૂર હોવાથી લોન પાર્ટનર નામની મોબાઇલ એપ્લીકેશનમાં કેવાયસી અપલોડ કરીને અલગ અલગ સમયે ૩૫૦૦ થી ૪૦૦૦ રૂપિયાની લોન લીધી હતી. જેમાં કુલ ૨૦ હજારની લોન લીધી હતી. જેની સામે ૩૦ હજાર રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી હતી. તેમ છતાંય,તેની પાસે વધારાના નાણાંની માંગણી કરવામાં આવતી હતી. જો કે યુવકે વધુ ચુકવણી કરવાની ના કહેતા કોલ કરનારે અલગ અલગ નંબરથી યુવકના મોર્ફ કરેલા ન્યુડ ફોટો,્  ઉપરાંત, યુવકની બહેન અને તેના દાદીના તેમજ અન્ય પરિવારના સભ્યોના ફોટો મોર્ફ કરીને  યુવકના વોટસએપ પર યુવકના તમામ કોન્ટેક્ટ નંબર પર મોકલ્યા હતા. જે બાદ આ ફોટો અન્ય સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તે પછી યુવકે કંટાળીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ મોબાઇલ એપ્લીકેશનથી લોન લેવાથી જોખમ રહે છે. જ્યારે લોન  માટેની મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં આવે ત્યારે મોબાઇલના કોન્ટેક્ટ અને અન્ય મોબાઇલ એપ્લીકેશનમાં એક્સેસની પરમીશન માંગી લેવામાં આવે છે.  જો કે મોટાભાગના લોકોને આ બાબતે જાણ નથી. જે પછી ઓનલાઇન લોન મેળવીને વ્યાજ સાથે નાણાં મેળવ્યા બાદ પણ નાણાંની માંગણી કરવામાં આવે છે. જો તે આપવામાં ન આવે તો  લોન આપનાર ગેંગ દ્વારા  વોટસએપ, ગેલેરી અને અન્ય એપ્લીકેશન એક્સેસ કરીને લોન લેનારના વોટસએપ કોન્ટેક્ટ પર મોર્ફ કરેલા ફોટો મોકલી આપીને બદનામ કરવાની ધમકી આપીને નાણાં પડાવવામાં આવે છે. જેથી મોબાઇલ એપ્લીકેશનથી લોન લેવાનું ટાળવુ જોઇએ.

 


Google NewsGoogle News