વિરમગામના મુનસર તળાવના પાણીમાં લીલના થર જામ્યા
- પુરાતત્વ વિભાગને જાણ કરાઈ
- ઐતિહાસિક મુનસર તળાવમાં લીલ અને ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા તંત્રએ રજૂઆત કરાઈ
વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવ બાંધવામાં આવેલ છે. ૧૧માં સૈકામાં સોલંકી શાસન દરમ્યાન જળ સંચય અને સ્થાપત્ય કલાના સમીશ્રૂણિના અજોડ બેનમુન નમૂનારૂપ ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યાવરણના વારસાના પ્રતિકરૂપ ઐતિહાસીક મુનસર તળાવની સારસંભાળ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આળે છે. આ તળાવની ફરતે ગંદકીનો ઠેર ઠેર ઉપદ્રવ થયેલ છે.
મુનસર તળાવની પાળ ઉપર ગાંડા બાવળનું સામ્રજ્ય છે. તળાવની અંદર લીલના થર જામી ગયા છે. મુનસર તળાવની સાફ-સફાઈ લીલ અને ગંદકી દૂર કરવા વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા પુરાતત્વ વિભાગ ભારત સરકારના અધિક્ષકને લેખીતમાં જાણ કરવામાં આવેલ છે. આ તળાવની સાફ સફાઈની જવાબદારી પુરાતત્વ વિભાગની હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા નગરજનોમાં રોષ જોવા મળ્યો છે.