થર્ટી ફસ્ટની ઉજવણી માટે દારુની ખેપ શરુ પૂર્વમાંથી લાખોનો વિદેશી દારુ પકડાયો
ધોરી માર્ગે પોલીસની ધોંસ વધતા બુટલેગરો દ્વારા રેવલેમાં દારુની હેરાફેરી
ખોખરા, ગોમતીપુર,રેલવે તથા સરદાનગરમાંથી લાખોનો દારુનો જથ્થો પકડાયો
અમદાવાદ,રવિવાર
થર્ટી ફસ્ટની ઉજવણી માટે દારુની રેલમછેલ કરવા માટે બુટલેગરો મેદાને પડી રહ્યા હોય તેમ ખેપ મારી રહ્યા છે.તેમાંયે ખાસ કરીને ધોરી માર્ગે પોલીસની ધોંસ વધતા હવે બુટલેગરો દ્વારા રેલવેમાં દારુની હેરાફેરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં વટવામાંથી રૃા. ૨.૧૩ લાખના વિદેશી દારુના જથ્થા સાથે ત્રણ બુટલેગરને ઝડપી પાડયા હતા. ત્યારે ગોમતીપુર અને ખોખરા તથા સરદાનગર અને રેલવેમાંથી લાખો રૃપિયાનો દારુનો જથ્થો પકડાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુબંધી છે અને પોલીસ સતત નાકા બંધી કરીને બોર્ડર ઉપર પેટ્રોલીગના દાવા કરી રહી છે તેમ છતાં છે કે રાજસ્થાન સહિત બીજા રાજ્યાંથી વિદેશી દારુ છે ક અમદાવાદ સુધી કેવી રીતે પહાંેચી રહ્યો છે.
રાજસ્થાનથી લાવેલો રૃા. ૨.૧૩ લાખનો દારુ બાદ ખોખરા, ગોમતીપુર,રેલવે તથા સરદાનગરમાંથી લાખોનો દારુનો જથ્થો પકડાયો
અમદાવાદ રેલવે પોલીસે અસારવા જયપુર ટ્રેનના કોચમાંથી વિદેશી બનાવટનો રૃા. ૩૯,૭૬૦ની કિંમતની દારુની કુલ ૭૪ બોટલો પકડી હતી. જો કે ટ્રેનમાંથી સીટ નીચેથી ચાર બગલ થેલા બિનવારસી મળી આવ્યા હતા જેમાં દારુનો જથ્થો હતો જ્યારે ગોેમતીપુરમાં રાજપુર હેલ્થ ક્વાટર્સના ગેટ પાસેથી એક મોપેડમાંથી વિદેશી દારુ રૃા. ૨૧,૯૭૦ની કિંમતની કુલ ૧૦૭ બોટલો પકડી હતી અને પોલીસે સાહીલ ઉફે રૃપિયો હૈદરહુસેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉપરાંત ખોખરા વિસ્તારમાં મદ્રાસી મંદિર પાસે રેલવે કોલોની સામે હરીકોલોનીના પાર્કિગમાં પાર્ક કરેલા મોપેડમાંથી રૃા. ૪૯,૨૦૦ ની કિંમતની કુલ ૬૮ દારુની બોટલો કબજે કરી હતી તેમજ સરદાનગરમાં સંતોષીનગર ખાતે જયેશભાઇ મોહનલાલ ગુપ્તાના મકાનમાંથી વિદેશી દારુ રૃા. ૨૮,૭૦૦ની કિંમતની કુલ ૨૩૦ નંગ બોટલો કબજે કરીને બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વટવા વિસ્તારમાં બોલેરો પીકએપ ડેલું ટ્રક પકડી હતી, તેમાં ગાદલા અને ખુરસી ભરેલી હતી તેની નીચેથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. જેમાંં૧૯૮૬ બોટલો કુલ રૃપિયા ૨,૧૨,૧૦૦નો દારુ હતો પોલીસે ટ્રક સહિત કુલ રૃા.૧૨,૩૮,૨૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.