કાંરજમાં પોલીસે ઇ-સીગારેટ અને ફ્લેવર્ડ નિકોટીનનો જથ્થો જપ્ત કર્યો
વીજળીઘર પાસેની મનીષ માર્કેટની દુકાનમાં બાતમીને આધારે દરોડો પાડયો
ઇ-સીગારેટ અને ફ્લેવર્ડ નિકોટીનના સપ્લાયર્સની પણ તપાસ કરાશે
અમદાવાદ
પોલીસે શહેરમાં ઇ સીગારેટ અને અન્ય પ્રકારના ડ્રગ્સ ડીલરને ઝડપી લેવા મોટા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે કાંરજ પોલીસે વીજળી ઘર પાસે આવેલી એક દુકાનમાંથી ઇ સીગારેટ અને ફ્લેવર્ડ લીક્વીડ ટોબેકોનો રૂપિયા ૧૯ હજારનો જથ્થો જપ્ત કરીને દુકાનના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. કાંરજ પોલીસને બાતમી મળી હતી કે વીજળી ઘર પાસે આવેલા મનીષ માર્કેટમાં શાનદાર નામની દુકાનમાં ઇ સીગારેટનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા ૧૫ જેટલી વિવિધ કંપનીની ઇ સીગારેટ અને લીકવીડ ફેલેવર્ડ ટોબેકોનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે ૧૯ હજાર જેટલી અંદાજવામાં આવી હતી. જે અંગે પોલીસે શબ્બીરખાન બલોચ (રહે.રોઝી બિલ્ડીંગ, શાહપુ)ની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે ધ પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રીક સિગારેટ એક્ટ ૨૦૧૯ની કલમ ૭ અને ૮ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.ઉપરાંત, આ જથ્થો તે બહારથી જે વેપારીઓ પાસેથી મંગાવતો હતો. તે વેપારીઓની યાદી પણ પોલીસે મેળવીને છે અને તેમના દ્વારા શહેરમાં અન્ય ક્યાં ક્યાં વેપાપીઓને ઇ સીગારેટનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.