Get The App

મુંબઇની મહિલા પરિવાર સાથે સૂતા હતા રૃા. ૧.૩૦ લાખની મત્તાનું પર્સ ચોરાયું

કાલુપુર રેલવે સ્ટેશને પેસેન્જરોના સામાનની ચોરીના બનાવો વધ્યા

ચાલું ટ્રેનમાં રોકડા ૫૦ હજાર અને દાગીના ભરેલું પર્સ ગાયબ હતું

Updated: Aug 28th, 2022


Google NewsGoogle News
મુંબઇની મહિલા પરિવાર સાથે સૂતા હતા રૃા. ૧.૩૦ લાખની મત્તાનું પર્સ ચોરાયું 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદ રેલવે સ્ટેશને પોલીસની નિષ્ક્રયતાના કારણે બહાર ગામના પસેન્જરોના મોબાઇલ તથા કિંમતી સોનાના દાગીના સહિત ચીજવસ્તુની ચોરીના બનાવો વધી રહ્યા છે. મુંબઇની મહિલા રાજસ્થાનથી ટ્રેનમાં બેસીને મુંબઇ જઇ રહ્યા હતા અને પરિવાર સાથે સૂતા હતા અને અચાનક મોબાઇલમાં એલાર્મ વાગતા સફાળા જાગી ગયા જાગીને જોયું તો રોકડા રૃા. ૫૦ હજાર અને દાગીના સહિત રૃા.૧.૩૦ લાખની મત્તા ભરેલા પર્સની ચોરી થઇ હતી. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઇલમાં એલાર્મ વાગતા મહિલા જાગી તો ચાલું  ટ્રેનમાં રોકડા ૫૦ હજાર અને દાગીના ભરેલું પર્સ ગાયબ હતું    

આ કેસની વિગત એવી છે કે મુંબઇ ગોરેગાવ ઈસ્ટ મહાડાકોલોની એકંદત સોસાયટીમાં રહેતા નિલમબહેન હેમરાજભાઇ કોઠારી (ઉ.વ.૫૩)એ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ  નોંધાવી છે કે તેઓ ગઇ તા. ૧૪ના રોજ પરિવાર સાથે રાજસ્થાનમાં જોધપુર સીટીમાં ફરવા માટે ગયા હતા ત્યાંથી જોધપુરથી મુંબઇ જવા માટે તા.૧૭ના રોજ જાધપુર સૂર્યનગરી એક્સપ્રેસમાં બેસીને પરિવાર સાથે મુસાફરી કરતા હતા અને ટ્રેનમાં પરિવાર સૂતો હતો જ્યાં મોબાઇલમાં એલાર્મ વાગતા જાગીને જોયું તો નડિયાદ રેલવે સ્ટેશન પસાર થઇ ગયું હતું અને તેમના લેડીઝ પર્સની ચોરી કરી થઇ હતી જેમાં રોકડા રૃપિયા ૪૯,૦૦૦ અને સોનાના દાગીના સહિત કુલ રૃા. ૧.૩૦ લાખની મત્તા ચોરાઇ હતી. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે  થોડા સમય પહેલા  રતલામથી દિકરીની સારવાર માટે આવેલા આધેડની પુત્રીના લેડીઝ પર્સમાં બ્લેડ મારીને કોઇક વ્યકિત રૃા. ૮,૦૦૦ની કિંમતના મોબાઇલની ચોરી કરીને નાસી ગયો હતો  તેમજ   દિલ્હીમાં  રહેતા લક્ષ્મીબહેન  શલકે  તા.૧૪  જુલાઇના રોજ  જયપુર રેલવે સ્ટેશનથી ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા  જ્યાં બીજા દિવસે રાતે ૩ વાગે તેઓ ટ્રેનમાં સીટ ઉપર બેસીને મોબાઇલ ચેક કરી રહ્યા હતા આ સમયે અજાણી વ્યક્તિ તેમના હાથમાંથી મોેબાઇલ ઝૂંટવીને ચાલું ટ્રેનમાં કૂદકો મારીને નીચે ટ્રેક પર  ભાગી ગયો હતો.

ઉપરાંત તેલંગણામાં  રહેેતા ગોલીકાર   નરસો  તા.૨૭-૦૬-૨૨ના રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી પરિવાર સાથે  ટ્રેનમાં બેસીને સિકંદરાબાદ   જઇ  રહ્યા હતા, જ્યાં તેઓ બર્થમાં સૂઈ ગયા અને મોબાઇલ ચાર્જિંગમાં મૂકેલો હતો તેઓ રાતે જાગીને વોશરૃમમાં ગયા બાદ પરત આવીને જોયું  તો કોઇક વ્યકિત તેમનો મોબાઇલની નાસી ગયો હતો.


Google NewsGoogle News