ભુલાભાઇ પાસે સગીરને માર મારી યુવકે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું
કોઇને કહીશ તો હાથ પગ તોડવાની ધમકી
કાગડાપીઠ પોલીસે ભોગ બનનારા સગીરના ભાઇના મિત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ,શનિવાર
બહેરામપુરામાં રહેતા સગીરને માર મારીને યુવકે તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું અને કોઇને વાત કરીશ તો હાથ પગ તોડવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ભોગ બનનારા સગીરના ભાઇના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાગડાપીઠ પોલીસે ભોગ બનનારા સગીરના ભાઇના મિત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ કેસની વિગત એવી છે કે બહેરામપુરામાં રહેતા શ્રમજીવી પરિવારના ૧૬ વર્ષનો પુત્ર તેના મિત્રો સાથે રમવા માટે ભુલાભાઇ ચાર રસ્તા પાસે ગયો હતો, જ્યાં તા.૧૧ના રોજ ગીતામંદિર પાસેની ચાલીમાં રહેતો સગીરના મોટાભાઇનો મિત્ર આવ્યો હતો અને સગીરને તું કેમ અહિયાં બેઠો છે કહીને લાતો મારીને કોલર પકડીને ખેંચીને એક ઓરડીમાં લઇ ગયો હતો.
જ્યાં ભર બપોરે સગીરને માર મારીને તેના સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હતું અને આ વાત કોઇને કહીશ તો હાથ પગ તોડવાની ધમકી આપી હતી, સગીરે પરિવારજનોને વાત કરતા તેના પિતાએ આરોપી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.