ગૌ વંશના ગુનામાં ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઇસનપુર પોલીસે દબાચો લીધો
રાજસ્થાન પોલીસે આરોપીને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા હતા
નોન બેલેબલ વોરંટ છતાં રહેણાક મકાનના સરનામા બદલતો હતો
અમદાવાદ, સોમવાર
રાજસ્થાન પોલીસ છેલ્લા ૨૩ વર્ષથી જે આરોપીને પકડી શકી ન હતી તે કામ ગુજરાત પોલીસે કરી બતાવ્યું છે. ૨૦૦૧ માં રાજસ્થાન ગૌવંશના ગુનામાં ફરાર આરોપીને પકડવા માટે રાજસ્થાન પોલીસ અનેકવાર પ્રયત્ન કરી ચૂકી હતી આરોપીને પકડવા રાજસ્થાન પોલીસ અમદાવાદ આવતી હતી. પણ આ ખુંખાર આરોપી દર વખતે રાજસ્થાન પોલીસને હાથ તાળી આપતો હતો. ઇસનપુર પોલીસે મોહમદ યાકુબ શેખ નામના આરોપીને આખરે દબોચી લીધો છે.
રાજસ્થાનમાં ચૂંટણી હોઈ, વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ નોન બેલેબલ વોરંટ છતાં રહેણાક મકાનના સરનામા બદલતો હતો
રાજસ્થાનમાં ચૂંટણી યોજાનાર થયેલી હોવાથી રાજસ્થાનમાં ગંભીર પ્રકારના ગુનાના આચપરીને અમદાવાદ ખાતે રહેતા હોય, તેવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની એક ખાસ ઝુંબેશ અમદાવાદ શહેર પોલીસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને રાજસ્થાન રાજ્યના શિવગંજ પોલીસ સ્ટેશન ખાતે સને ૨૦૦૧ ની સાલમાં રાજસ્થાન ગૌ વંશની કલમ હેઠળ ગુનો નોંધાયેલો હતો. આ ગુન્હામાં અમદાવાદ શહેરના વટવા ખાતે રહેતા આરોપી મોહમદ યાકુબ મોહમદ અયુબ શેખનું નામ બહાર આવ્યું હતું.
રાજસ્થાન કોર્ટ દ્વારા આરોપી મોહમદ યાકુબ શેખનું નોન બેલેબલ વોરંટ કાઢવામાં આવ્યું હતું ત્યાંરથી તે પોતાના રહેણાક મકાનના સરનામા ફેરવતો રહેતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો રાજસ્થાન પોલીસ દ્વારા જ્યારે જ્યારે તપાસ કરવામાં આવતી ત્યારે મળી આવતો ન હતો ઇસનપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે તેને ઝડપી પાડયો હતો.