Get The App

પૂરગ્રસ્ત વડોદરાની વહારે ભારતીય સેનાના જવાનો, રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 47 લોકોનું કર્યું રેસ્ક્યુ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
પૂરગ્રસ્ત વડોદરાની વહારે ભારતીય સેનાના જવાનો, રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 47 લોકોનું કર્યું  રેસ્ક્યુ 1 - image


Vadodara Flooding Army Rescue : વડોદરામાં આર્મી ટીમોની તૈનાતથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની છે. 

આર્મીની ટીમો દ્વારા તમામ જરૂરી સાધનો અને રાહત સામગ્રી સાથે, અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે છે અને તેમના વિસ્તારોમાં પૂરને કારણે તેઓ જ્યાં અટવાયા છે ત્યાંથી તેમને સુરક્ષિત રીતે બચાવે છે.

આ પણ વાંચો : આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ

પૂરગ્રસ્ત વડોદરાની વહારે ભારતીય સેનાના જવાનો, રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 47 લોકોનું કર્યું  રેસ્ક્યુ 2 - image

ગુરૂવારે સવારે 14મી આસામ રેજિમેન્ટ (ગાંધીનગર), 11મી ડિવિઝન (અમદાવાદ), 611 EME, 101 એન્જિનિયર રેજિમેન્ટ અને આર્મી મેડિકલ કોર્પ્સ (AMC)ની ટીમો દ્વારા મુંજમહુડા, અકોટા અને નજીકના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેજર વિનીત શર્માનું માર્ગદર્શન હેઠળ આર્મીની ટીમોએ આક્રમક રીતે વડોદરામાં પૂર બચાવ કામગીરીમાં વ્યસ્ત રહીને ગુરૂ એવન્યુ, વિશ્વામિત્રી ટાઉનશીપ અને સામ્રાજ્ય એક વિસ્તારમાંથી ગુરૂવારે સવારથી બપોર સુધી પૂરના પાણીમાં ફસાયેલા લગભગ 47 લોકોને બચાવ્યા હતા. ટીમે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી શ્વાસની તકલીફ ધરાવતી એક મહિલાને પણ બચાવી હતી. પરિવારે સૈનિકોનો સમયસર કાર્યવાહી કરવા બદલ આભાર માન્યો હતો.

પૂરગ્રસ્ત વડોદરાની વહારે ભારતીય સેનાના જવાનો, રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 47 લોકોનું કર્યું  રેસ્ક્યુ 3 - image

આર્મી ટીમ ટ્રક, એમ્બ્યુલન્સ અને રિકવરી વાહનો, બોટ અને 60 જવાનોને બચાવ કામગીરીમાં સામેલ કર્યા હતા. તે સિવાય, તેઓએ આ વિસ્તારોમાં લગભગ 2000 પૂર પ્રભાવિત લોકોને પાણી, દૂધ અને સૂકો નાસ્તો જેવી રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો : વડોદરામાં પૂરના કારણે ફાયર બ્રિગેડને રેસ્ક્યુના કોલ જારી, કોલેજમાં યુવતી ફસાઈ, પ્રેગનેન્ટ લેડીનું રેસ્ક્યુ

પૂરગ્રસ્ત વડોદરાની વહારે ભારતીય સેનાના જવાનો, રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 47 લોકોનું કર્યું  રેસ્ક્યુ 4 - image


Google NewsGoogle News