Get The App

વટવામાં રિક્ષા માટે દોઢ લાખ ન લાવતા પત્નીને માર મારી કાઢી મૂકી

- મારે તારી જરુર નથી છૂટાછેડા આપવા છે

લગ્નના બે મહિના પછી શંકાશીલ પતિ ચારિત્ર્યની શંકા રાખીને પત્ની સાથે મારઝૂડ કરતો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
વટવામાં રિક્ષા માટે દોઢ લાખ ન લાવતા પત્નીને માર મારી કાઢી મૂકી 1 - image

અમદાવાદ, શનિવાર

વટવામાં લગ્નના પોણા વર્ષમાં જ શંકા વહેમના કારણે મહિલાનો જીવન સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખાસ કરીને લગ્નના બે મહિના પછી શંકાશીલ પતિ પત્ની સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહી રિક્ષા લાવવા માટે મહિલા દોઢ લાખ લાવીને ના આપતાં તેને માર મારીને કાઢી મૂકી હતી અને ફોેન કરીને પતિએ કહ્યું કે મારે તારી કોઇ જરુર નથી છૂટાછેડા લેવા છે. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ સહિત સાસરીના પાંચ સભ્યો સામે  માનસિક તેમજ શારિરીક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નના બે મહિના પછી શંકાશીલ પતિ ચારિત્ર્યની શંકા રાખીને પત્ની સાથે મારઝૂડ કરતો આવક ઓછી છે કહી દહેજની માંગણી

વટવા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પોણા બે વર્ષ પહેલા પતિ સાથે લગ્ન થયા હતા. પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લગ્નના બે મહિના બાદ પતિ શંકા વહેમ રાખીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો અને સાસરીયા પણ માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.

સાસુ અને સસરા કહેતા હતા કે મારા દિકરાની નોકરી છૂટી ગઇ અને આવક ઓછી હોવાથી રિક્ષા લાવવા માટે  પિયરંમાંથી  દોઢ લાખ રૃપિયા લાવવાની વાત કરતા હતા જો કે મહિલાએ ટુકડે ટુકડે રૃા. ૫૫ હજાર લાવીને પણ  આપ્યા હતા જે રૃપિયા પતિએ બીજે વાપરી કાઢ્યા હતા બાદમાં દહેજની માંગણી કરીને મહિલાને કાઢી મૂકી હતી અને તેડી લાવવાના બદલે પતિએ ફોન કરીને કહ્યું કે હવે મારે તારી જરુર નથી તેને છૂટાછેડા આપવા છે. ચાર મહિનાથી મહિલા પિયરમાં રહેેતી હોવાથી આખરે કંટાળીને સાસરીયા સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.


Google NewsGoogle News