વેજલપુરમાં શ્રમજીવી પરિવાર ધાબે સૂતો હતો, મકાનમાં તસ્કરો હાથ સાફ કરી ગયા

ગરમી વધતાં તસ્કરો બેફામ

મકાનના તાળા તોડી તિજોરીમાંથી દાગીના રોકડ સહિતની મત્તા લઇ ફરાર થઇ ગયા

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
વેજલપુરમાં શ્રમજીવી પરિવાર ધાબે સૂતો હતો, મકાનમાં તસ્કરો હાથ સાફ કરી ગયા 1 - image

અમદાવાદ, તા, 6, એપ્રિલ, 2019, શનિવાર

અસહ્ય ગરમીના કારણે વેજલપુરમાં પરિવારના સભ્યો ધાબે સૂતા હતા અને મકાનના તાળા તોડી તસ્કરો દાગીના અને રોકડ સહિત રૃા. ૪૪ હજારની મતાની ચોરી કરી ગયા હતા.

વેજલપુરમાં ચન્દ્રભાનું સ્કૂલ પાસે ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને ખાનગી ઓફીસમાં નોકરી કરતા વિશાલભાઇ.પી. પટેલ વેજલપુર પોલીસ સ્ટેેેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૪ના રોજ પરિવારના સભ્યો ધાબે સૂવા ગયા હતા સવારે આવીને જોયું તો મકાના તાળાં તૂટેલા હતા અને ઘરમાં તિજોરીમાંથી સોનાની દાગીના અને રોકડ મળી કુલ રૃા.૪૪,૩૦૦નો મુદામાલની ચોરી કરીને અજાણ્યા શખ્સો પલાયન થઇ ગયા હતા. આ ઘટના અંગે વેજલપુર પોલીસે ચોરીનો ગુનો નોધીન આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News