Get The App

IIMAનો નવો લોગો અંતે જાહેર કેટલીક બિલ્ડીંગનું રિકન્સ્ટ્રકશન થશે

રીસ્ટોરેશન શક્ય ન હોવાથી એક્સપર્ટસ અભિપ્રાય -બોર્ડ મંજૂરી બાદ કેટલાક ભાગોનું રિકન્સ્ટ્રકશન થશે

વિરોધ બાદ સંસ્કૃત શ્લોક-ઓળખ યથાવત

Updated: Nov 3rd, 2022


Google NewsGoogle News
IIMAનો નવો લોગો અંતે જાહેર કેટલીક બિલ્ડીંગનું રિકન્સ્ટ્રકશન થશે 1 - image

અમદાવાદ

આઈઆઈએમ-અમદાવાદ દ્વારા અંતે આજે સંસ્થાનો નવો લોગો જાહેર કરી દેવાયો છે.જો કે વિરોધ બાદ ઈન્સ્ટિટયુટ દ્વારા લોગોમાં કોઈ મોટા ફેરફાર કરાયા નથી અને સંસ્કૃતનો શ્લોક અને ઝાળી યથાવત રાખવામા આવ્યા છે.જ્યારે કેટલીક બિલ્ડીંગનું રિસ્ટોરેશન નહીં પણ રિકન્સ્ટ્રકશન કરવાનું હવે બોર્ડે નક્કી કર્યુ છે.આ ઉપરાંત આઈઆઈએમ-એ દ્વારા નવી વેબસાઈટ પણ લોન્ચ કરવામા આવી હતી.       આઈઆઈએમ-અમદાવાદના નવા લોગો અને હેરિટેજ બિલ્ડીંગોને રિકન્સ્ટ્રકશન કરવાને લઈને  ગત વર્ષે દેશ-વિદેશમાં ભારે વિવાદ થયો હતો.આઈઆઈએમ અમદાવાદ દ્વારા ગત વર્ષે ફેકલ્ટી બ્લોક્સ, ક્લાસરૃમ કોમ્પલેક્ષ અને વિવિધ ડોરમેટ્રી ડોમનું રીકન્સ્ટ્રકશન કરવા માટે દરખાસ્ત મુકવામા આવી હતી તેમજ અરજીઓ પણ મંગાવવામા આવી હતી. ડોરમેટ્રી ડોમથી માંડી વિવિધ બિલ્ડીંગનું આર્કિટેકચરલ ડિઝાઈન અમેરિકન આર્કિટેકટ લુઈસ કાહ્ન દ્વારા કરવામા આવ્યુ હતું અને બ્રિક્સ મટીરિયલ-ડિઝાઈનથી તૈયાર થયેલી ઓલ્ડ કેમ્પસની વિવિધ બિલ્ડીંગ હેરિટેજ હોવાથી રીન્કસ્ટ્રક્ટ કરવાને લઈને દેશ-વિદેશમાં વિરોધ થયો હતો. આઈઆઈએમ સાથે સંકળાયેલા વિવિધ  લોકો ઉપરાંત એલ્યુમિની તેમજ લુઈસ કાહ્ન ના પરિવારજનો દ્વારા બોર્ડ-ડિરેક્ટરને આ મુદ્દે રજૂઆત કરવામા આવી હતી અને ફરિયાદો કરવામા આવી હતી.ત્યારબાદ ભારે વિવાદને પગલે આઈઆઈએમ અમદાવાદના બોર્ડે લોગો લોન્ચ કરવાની બાબત અને બિલ્ડીંગના રિકન્સ્ટ્રકશનની બાબતને થોડા સમય માટે  પડતી મુકી હતી.

રમિયાન આજે આઈઆઈએમ-અમાવાના ડિરેકટર અને બોર્ડ મેમ્બર દ્વારા સંસ્થાનો નવો લોગો જાહેર કરી ેવામા આવ્યો છે.જેમાં સંસ્કૃત શ્લોક તેમજ ઝાળી સહિતની અગાઉની ઓળખ-સંસ્કૃતિને યથાવત રાખવામા આવ્યા છે.જ્યારે અંગ્રેજીમાં અમાવાનું લખાણ ૂર કરી કેપિટલ એ ઉમેરવામા આવ્યો છે અને ગ્લોબલ બ્રાન્ડ ઈમેજ માટે લોગો બોલ્ડ અને રિડિઝાઈન કરવામા આવ્યો છે.ઉપરાંત આઈઆઈએમ-એના ઓલ્ડ કેમ્પસમાં આવેલી કેટલીક બિલ્ડીંગ-કેટલાક ભાગને રિકન્સ્ટ્રકશન કરવાનું નક્કી કરવામા આવ્યુ છે. બોર્ડની છેલ્લા ઘણા સમયની બેઠકો, નિષ્ણાંતો-ઈન્ડસ્ટ્રી એક્પર્ટ્સ, સ્થાપત્યવિો સાથેની ચર્ચા- અભિપ્રાયો બા બોર્ડે નક્કી કર્યુ છે કે કેટલીક બિલ્ડીંગ કે જેમાં ખૂબ જ તિરાડો છે,લીકેજ છે અને વિદ્યાર્થીઓ-સ્ટાફની સલામતી-સુરક્ષાને ધ્યાનમાં રાખતા રિસ્ટોરેશન પ્રેક્ટિકલી શક્ય નથી તેમજ સમય-ખર્ચનો બગાડ છે. જેથી ફેકલ્ટી બ્લોક્સ, કલાસરૃમ્સ અને ૧૬થી ૧૮ નંબરના ડોરમેટ્રી ડોમનું રીકન્સ્ટ્રકશન કરાશે તેમજ હવે રીસ્ટોરેશન કરવામાં નહી આવે. થોડા સમયમાં રિકન્સ્ટ્રકશન એટલે કે બિલ્ડીંગોના પુનઃનિર્માણ માટે આરએફપી પ્રક્રિયા કરવામા આવશે.જો કે બિલ્ડીંગોનું એક્સટીરિયર- આર્કિટેકચરલ યથાવત રખાશે અને અંરની બાજુએ મોટા પાયે રિનોવેશન નહીં કરવામા આવે.અન્ય ડોમને લુઈસ કાહ્નના હેરિટેજ કન્સેપ્ટ સાથે અને જરૃરિયાતોને ધ્યાનમાં રાખતા રીમોડેલ્ડ કરાશે.અગાઉ  ડી-૧૫ ડોમ અને લાયબ્રેરિનું રિસ્ટોરેશન કરવામા આવ્યુ હતું.

       

 

 


Google NewsGoogle News