100 વર્ષ સ્વસ્થ જિંદગી જીવવી છે તો બોડી બિલ્ડિંગમાં ૩ વખત વિશ્વ ચેમ્પિયન બ્રાન્કોની આ વાત સાંભળો
રોગ અને બીમારી શરીરમાં આવશે કે નહી તેનો 90 ટકા કન્ટ્રોલ તમારા હાથમાં છે, તમારા ડોક્ટર તમે પોતે જ છો
વડોદરા : 'કોવિડના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થઇ છે. કોવિડ પછી યુવા અવસ્થામાં મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે. કોવિડે જે નુકસાન કર્યુ છે તે આપણા હાથમાં નથી પરંતુ હવે આ પરિસ્થિતિમાં પણ નિરોગી કઇ રીતે રહેવુ તે આપણા હાથમાં છે' તેમ બોડી બિલ્ડિંગમાં ૩ વખત વિશ્વ ચેમ્પિયન અને એક વખત મિસ્ટર વર્લ્ડ ખિતાબ જીતનાર ૪૩ વર્ષના અમેરિકન બોડી બિલ્ડર 'બ્રાન્કો ટયોડોરવિકે' આજે વડોદરાની મુલાકાત વખતે કહ્યું હતું.
ભગવાને આપેલા ફ્રી જીમનો ભરપૂર ઉપયોગ કરો અને 100 વર્ષ સ્વસ્થ જિંદગી જીવો
'હવે આવે છે વાત તમારા શરીરની બાયો કેમેસ્ટ્રીની. ચરબી ઓછી હોય, કાર્બોહાઇડ્રેટ માપસર હોય અને તમારા શરીરને માફક આવતો હોય તેવો ખોરાક જ લેવાનો. તમે પણ જાણો છો કે ચીઝ, પાસ્તા, પિઝા ખાધા પછી તમારી શું હાલત થાય છે. તમારા શરીરના ડોક્ટર તમે પોતે જ છો. શરીર ઇશ્વરે આપેલી સૌથી મોંઘી ભેટ છે. તેને સાચવી રાખો. મે છેલ્લા ૨૦ વર્ષમાં દવાની એક ટેબ્લેટ નથી લીધી ' ઉલ્લેખનીય છે કે બ્રાન્કો ટયોડોરવિક મૂળ સર્બિયાનો છે અને છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં રહે છે.