ઉદ્યોગોને ટેકના.થી સજ્જ કરવા ઇન્ડો-અમેરિકન ચેમ્બર-નાસકોમ વચ્ચે કરાર
મેન્યુફેક્ચરરને મશીન અને કોમ્પ્યુટરનો સમન્વય કરી ઉત્પાદન વધારવાનો માર્ગદર્શન અપાશે
(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, સોમવાર
નાના અને મધ્યમ ઉદ્યોગોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા અને તેની તાલીમ આપીને તેમની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કરવા માટે નાસકોમ સેન્ટર ઓફ એક્સિલન્સ અને ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સે કારાર કર્યા છે.નાના મેન્યુફેક્ચરર્સની ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ટેકનોલોજી અને કોમ્પ્યુટરના સમન્વયથી તમના ઉત્પાદન એકમોની ક્ષમતામા ંસુધારો કરવા માટે તેમને માર્ગદર્શન આપવાનું કામ કરશે. આ કરાર હેઠળ તેમના સભ્યોને તાલીમ આપવાનું કામ પણ કરવામાં આવશે.પ્રોડક્ટના ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.