નારોલમાં દુકાન પાસે ગાળો બોલાવાની ના પાડતાં આડેધડ છરીના ઘા મારી યુવકને લોહી લુહાણ કર્યો

પૂર્વમાં લૂખ્ખા તત્વો ધાક જમાવવા નિર્દોષ લોકો ઉપર હુમલા કરે છે

નારોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
નારોલમાં દુકાન પાસે ગાળો બોલાવાની ના પાડતાં આડેધડ છરીના ઘા મારી યુવકને લોહી લુહાણ કર્યો 1 - image

અમદાવાદ,શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં લૂખ્ખા તત્વો ધાક જમાવવા માટે નિર્દોષ લોકો સાથે તકરાર કરીને ઘાતક હુમલા કરી રહ્યા છે. નારોલમાં મોબાઇલની દુકાન ધરાવતા વેપારી યુવકને છરીના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો અને ધમકી આપીને આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સિવિલ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

થોડીવારમાં પરત આવીને યુવકને દુકાન બહાર બોલાવી ઘાતક હુમલો કરી ધમકી આપી યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ

વટવામાં રહેતા અને નારોલમાં મોબાઇલની દુકાન ધરાવીને ધંધો કરતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૧૦ના રોજ રાતના સમયે પોતાની દુકાને હાજર હતા ત્યારે દુકાન બહાર બે શખ્સો તકરાર કરીને ગાળો બોલતા હતા યુવકે દુકાને બહેન દીકરીઓ હોવાથી ગાળો બોલવાની ના પડતાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.

પરંતુ થોડીવારમાં પરત આવ્યા હતા અને યુવકને દુકાન બહાર બોલાવીને અમોને કેમ ભગાડી મૂક્યા હતા તેમ કહીને તકરાર કરીને છરીથી હુમલો કરીને આડેધડ ઘા મારીને યુવકને લોહી લુહાણ કરીને ધમકી આપીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સિવિલ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News