વર્ષ-૨૦૧૧થી ૨૦૨૪ સુધીમાં વડોદરામાં જંત્રીના દરોમાં ૧૫૦થી ૨૦૦૦ ટકા સુધીનો જંગી વધારો
નવી જાહેર કરેલી જંત્રીની સામે તા.૨૦ ડિસેમ્બર સુધી સૂચનો, વાંધા રજૂ કરી શકાશે ઃ જમીન, મિલકતો ખરીદવા ઊંચી રકમ ચૂકવવી પડશે
વડોદરા, તા.23 રાજ્ય સરકાર દ્વારા નવા જંત્રીના અમલ માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. તાજેતરમાં નવી જંત્રીનો ડ્રાફ્ટ જાહેર કરી લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. વડોદરામાં વિવિધ વિસ્તારોમાં નવા જંત્રીના દરમાં મોટો ઉછાળો જણાય છે જેમાં વર્ષ-૨૦૧૧માં જે જંત્રીના દર હતા તેની સરખામણીએ વર્ષ-૨૦૨૪માં જંત્રીના દર ૧૫૦થી ૨૦૦૦ ટકા સુધી વધ્યા છે.
વડોદરાની આસપાસનો વિસ્તાર હવે મોટાપાયે ડેવલોપ થઇ રહ્યો છે. શહેરની ચારે દિશામાં વિકાસ માટેના અનેક કામો ચાલુ છે એટલે નવી મુસદ્દારૃપ જંત્રીમાં આ વિસ્તારોમાં ઊચી જંત્રી સૂચવવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો સૌથી વધુ જંત્રી કેલનપુર પાસે કેલનપુર પાસેનું સુલતાનપુરા, આસોજ અને ભાયલીમાં દર્શાવવામાં આવી છે જ્યારે બાપોદ, મારેઠા, દુમાડ સહિતના વિસ્તારોમાં ઓછી જંત્રીનો ઉલ્લેખ છે.
વર્ષ-૨૦૧૧માં જંત્રીના જે દરો હતા તેમાં મોટો વધારો કરવામાં આવ્યો છે જેના પગલે મકાનો ખરીદવાનું પણ મોંઘું થશે તે નિશ્ચિત છે. ગુજરાત મુસદ્દારૃપ જંત્રી સરકારે જાહેર કરી છે અને આ નવી જાહેર કરાયેલી જંત્રી સામે સૂચનો, રજૂઆતો તા.૨૦ ડિસેમ્બર સુધી સરકારે મંગાવી છે. જમીનો, સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઇડલાઇન વેલ્યૂ (જંત્રી)નો દર વધશે તે નિશ્ચિત છે.
એપ્રિલ-૨૦૨૩થી નવેમ્બર-૨૦૨૩ સુધી સ્ટાફ દ્વારા તબક્કાવાર ફિલ્ડ થયેલી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે જંત્રીનો તૈયાર થયેલો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ડ્રાફ્ટ પ્રમાણે જો જંત્રી નક્કી થઇ જશે તો પ્રોપર્ટી તેમજ જમીન ખરીદવાનું મોંઘુ થઇ જશે.
વર્ષ-૨૦૧૧થી સૌથી વધુ સુલતાનપુરા, આસોજમાં જંત્રીના દરો વધ્યા
ગામનું નામ ૨૦૧૧(ચો.મી. દીઠ રૃા.) ૨૦૨૪(ચો.મી. દીઠ રૃા.) ટકાવારી
સુલતાનપુરા ૫૮ ૧૨૦૦ ૧૯૬૮
આસોજ ૬૨૫ ૧૧૦૦૦ ૧૬૬૦
ભાયલી ટીપી ૨,૫ ૪૧૦૦ ૩૮૦૦૦ ૮૨૬
ભાયલી ટીપી ૩,૫ ૪૬૦૦ ૪૦૦૦૦ ૭૬૯
વડસર ૪૮૨૫ ૩૫૦૦૦ ૬૨૫
સેવાસી ૫૧૫૦ ૩૫૦૦૦ ૫૭૯
કરાલી ૬૮ ૪૬૦ ૫૭૬
દેણા આર-૩ ૧૨૨૫ ૮૨૦૦ ૫૬૯
દેણા આર-૧ ૧૨૦૦ ૭૯૦૦ ૫૫૮
બીલ ટીપી ૧,૯ ૪૮૫૦ ૩૧૨૦૦ ૫૪૩
કલાલી આર ૧૦ ૩૫૦૦ ૨૨૫૦૦ ૫૪૨
ભાયલી આર-૨ ૨૯૦૦ ૧૮૬૦૦ ૫૪૧
બીલ ટીપી ૧,૧૦ ૫૦૦૦ ૩૧૫૦૦ ૫૩૦
વડદલા ૨૦૦૦ ૧૨૫૦૦ ૫૨૫
ખટંબા ૨૭૫૦ ૧૭૦૦૦ ૫૧૮
વડસર ૪૮૨૫ ૨૯૦૦૦ ૫૦૧
કલાલી આર-૮ ૪૫૦૦ ૨૨૫૦૦ ૪૦૦
અણખોલ ૩૮૫૦ ૧૯૦૦૦ ૩૯૩
દેણા આર-૨ ૧૨૨૫ ૬૦૦૦ ૩૮૯
કલાલી આર-૧ ૩૫૦૦ ૧૭૦૦૦ ૩૮૫
ખાનપુર ૫૫૦૦ ૨૫૦૦૦ ૩૫૪
અટલાદરા ૧૯૫૦૦ ૮૧૦૦૦ ૩૧૫
કલાલી આર-૧ ૪૫૦૦ ૧૭૦૦૦ ૨૭૭
સાંગમા ૪૦૧૩ ૧૫૦૦૦ ૨૭૩
વેમાલી ૬૧૫૦ ૨૧૦૦૦ ૨૪૧
જાસપુર ૬૮૫ ૨૩૩૮ ૨૪૧
કોટાલી ૩૦૦૦ ૧૦૦૦૦ ૨૩૩
તરસાલી ૭૫૦૦ ૨૪૦૦૦ ૨૨૦
દુમાડ ૨૯૧૩ ૮૯૦૦ ૨૦૫
મારેઠા ૪૦૭૫ ૧૨૨૫૦ ૨૦૦
ધનિયાવી ૧૭૫૦ ૪૭૦૦ ૧૬૮
વિરોદ ૧૫૦૦ ૩૯૦૦ ૧૬૦
વરણામા ૩૭૬૫ ૯૭૦૦ ૧૫૭
બાપોદ ૮૮૦૦ ૨૨૦૦૦ ૧૫૦
ll