ખોખરામાં સગીરને માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો વાયરલ કર્યો
સગીર પાસેથી રૃ. ૨ હજાર પડાવ્યા ઃ ૧૦ હજાર ના આપતા વિડીયો ફરતો કર્યો
સ્કુલના શિક્ષકે પિતાને બોલાવી મોબાઇલમાં વિડીયો બતાવતા ભાંડો ફૂટયો
અમદાવાદ, સોમવાર
અમરાઇવાડીમાં રહેતા સગીરને સ્કુલેથી છૂટયા બાદ કેમ આરોપીએ તું કેમ મારી સાથે વાત નથી કરતો કહીને મણિનગર રેલ્વે કોલોની ખાતે લઇ જઇને જબરદસ્તી મુખમૈથુન કરાવ્યું હતું એટલુ જ નહિ ડરાવી ધમકાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યુ હતું તેમજ તેનો વીડીયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપીને રૃ. ૨ હજાર પડાવી લીધા હતા. બાદમાં વધુ રૃ. ૧૦ હજારની માંગણી કરતા સગીરે ના આપતા આરોપીએ વિડિયો વાઇરલ કર્યો હતો. આ અંગે સગીરના પિતાએ સગીર આરોપી સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્કુલના શિક્ષકે પિતાને બોલાવી મોબાઇલમાં વિડીયો બતાવતા ભાંડો ફૂટયો હતો ખોખરા પોલીસે અમરાઇવાડીના સગીર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમરાઇવાડીમાં રહેતા આઘેડે ખોખરા પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી વિસ્તારમાં રહેતા સગીર આરોપી સામે ખોખરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩ જાન્યુઆરીએ સ્કુલમાંથી શિક્ષકનો ફોન આવ્યો હતો. જેથી આઘેડ સ્કુલે ગયા હતા. જે બાદ શિક્ષકે મોબાઇલમાં એક વિડીયો બતાવ્યો હતો. જેમાં તેમના પુત્ર સાથે જબરદસ્તી એક સગીર મુખ મૈથુન કરાવતો હતો. એટલું જ નહી ગાળો બોલીને આરોપીએ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે બાદ આઘેડે તેમના પુત્રને પૂછતા કરતા જાણવા મળ્યુંં હતું કે એક મહિના પહેલા તેમનો પુત્ર સ્કુલેથી છૂટયો ત્યારે સગીર આરોપી ગેટ પાસે આવીને તું કેમ મારી સાથે વાત કરતો નથી તેમ કહીને લાફો મારીને બિભત્સ ગાળો બોલીને ડરાવી ધમકાવીને સગીરને મણિનગર રેલ્વે કોલોની પાસે લઇ જઇને જબરદસ્તી મુખમૈથુન કરાવ્યુ હતું અને બાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું.
જેનો વીડિયો આરોપીએ ઉતાર્ય હતો અને સગીરને જો તું કોઇને કહીશ તો સગીરને વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપીને રૃપિયાની માંગણી કરી હતી. જેથી સગીરે તેને રૃ. ૨ હજાર આપ્યા હતા. તેમ છતા આરોપીએ તેની પાસે વધુ રૃ. ૧૦ હજારની માંગણી કરી હતી. પરંતુ ન આપતા આરોપી સગીરે વિડીયો વાઇરલ કર્યો હતો. આ અંગે સગીરના પિતાએ સગીર આરોપી સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.