Get The App

ગુજરાતની 15 મહિલાઓ કુલ 25 વખત જીતીને સાંસદ બની

- 1951 થી 2014 સુધીની કુલ 16 લોકસભા ચૂંટણીમાં

Updated: Apr 23rd, 2019


Google NewsGoogle News
ગુજરાતની 15 મહિલાઓ કુલ 25 વખત જીતીને સાંસદ બની 1 - image



અમદાવાદ, તા,23 એપ્રિલ 2019, મંગળવાર

દર પાંચ વર્ષે યોજાતી લોકસભા ચૂંટણીનો જોર શોરથી પ્રચાર થાય છે પરંતુ ૫૦ ટકા મતદાન ધરાવતી મહિલાઓને પુરતી તક મળતી નથી. ગુજરાતની વાત કરીએ તો લોકસભામાં અત્યાર સુધી માત્ર ૧૩ મહિલાઓ જ સાંસદ બની છે. ગુજરાત રાજયની સ્થાપના પહેલા સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન તથા સાબરકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા સાંસદપદ શોભાવ્યું હતું.

૧૯૬૨માં અમરેલી બેઠક પરથી જયાબેન શાહ વિજેતા બન્યા હતા.૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી મણીબેન પટેલ એક માત્ર વિજેતા મહિલા ઉમેદવાર હતા. ૧૯૮૦ની લોકસભા ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા ન હતા જયારે ૧૯૮૪માં કચ્છ બેઠક પરથી ઉષાબેન ઠક્કર વિજેતા થયા હતા. ૧૯૯૮,૯૯ અને ૨૦૦૪ એમ સળંગ ૩ ટર્મ સુધી વડોદરા બેઠક પરથી જયાબેન ઠક્કર સાંસદ રહયા હતા. 

જો કે સૌથી વધુ ચાર વખત સાંસદ તરીકે વિજય મેળવવાનો રેકોર્ડ જુનાગઢ બેઠક પરથી ભાવનાબેન ચિખલીયા ધરાવે છે. તેઓ ૧૯૯૧માં કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઇ શેખડાને હરાવીને પ્રથમવાર જુનાગઢ મતક્ષેત્રના સાંસદ બન્યા હતા.ત્યાર પછી ૧૯૯૬,૧૯૯૮ અને ૧૯૯૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ વિજયી થયા હતા.

૨૦૦૪ના લોકસભા ઇલેકશનમાં ભાવનાબેન ચિખલીયાને કોંગ્રેસના જશુભાઇ બારડે પરાજય આપ્યો હતો.૧૯૯૮માં ભાજપના ભાવનાબેન દવે સુરેન્દ્રનગર બેઠક પરથી સાંસદ તરીકે ચુંટાયા હતા. સાબરકાંઠા બેઠક પરથી નિશાબહેન ચૌધરી ૩ વાર અને સુરત બેઠક પરથી દર્શનાબહેન જરદોશ બે વાર સાંસદ રહી ચૂકયા છે.

મહિલા સાંસદ પક્ષ મતક્ષેત્ર લોકસભા ચૂંટણી વર્ષ  

મણીબેન વી પટેલ કોંગ્રેસ    ખેડા,આણંદ ૧૯૫૧,૧૯૫૭ (મુંબઇ સ્ટેટ) 

જોહરાબેન ચાવડા પીએસપી બનાસકાંઠા ૧૯૬૨

જયાબેન શાહ કોંગ્રેસ      અમરેલી ૧૯૬૨ અને ૧૯૬૭ 

ઉષાબેન આર ઠક્કર કોંગ્રેસ કચ્છ ૧૯૮૪ 

રમાબેન માવાણી    કોંગ્રેસ      રાજકોટ ૧૯૮૪

મણીબેન  પટેલ ભા,લો,દ મહેસાણા ૧૯૭૭ 

ભાવનાબેન દવે ભાજપ સુરેન્દ્રનગર ૧૯૯૮

નિશાબેન ચૌધરી કોંગ્રેસ સાબરકાંઠા ૧૯૯૬,૧૯૯૮,૧૯૯૯

જયાબેન ઠક્કર ભાજપ    વડોદરા ૧૯૯૮,૧૯૯૯,૨૦૦૪   

ભાવનાબેન ચિખલીયા ભાજપ    જુનાગઢ ૧૯૯૧,૧૯૯૬,૧૯૯૮,૧૯૯૯

દર્શનાબેન જરદોશ ભાજપ    સુરત ૨૦૦૯-૨૦૧૪

પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસ      દાહોદ ૨૦૦૯    

પુનમબેન માડમ  ભાજપ      જામનગર      ૨૦૧૪

ભારતીબેન શિયાળ ભાજપ ભાવનગર  ૨૦૧૪ 

રંજનબેન ભટ્ટ  ભાજપ      વડોદરા ૨૦૧૪


Google NewsGoogle News