જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રીની ગઈ કાલે ઓચિંતિ મુલાકાત

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રીની ગઈ કાલે ઓચિંતિ મુલાકાત 1 - image


-ક્ષત્રિય સમાજના આંદોલન સંદર્ભે જામનગરની એક ખાનગી હોટલમાં ભાજપ ના હોદ્દેદારો સાથે ખાનગી બેઠક યોજાઈ

રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવાઆવી રહ્યું છે, જેમાં સમાજ દ્વારા અપાયેલા અલ્ટીમેટમ બાદ પણ ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થયા છે, ત્યારે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાજકોટમાં ઓચિંતી મુલાકાત લીધા બાદ રાત્રિના સમયે જામનગરમાં પણ હાજરી આપી હતી અને એક ખાનગી હોટલમાં તેઓની ભાજપના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ ગઈ હોવાનું જાણવા મળી રહયું છે.

જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રીની ગઈ કાલે ઓચિંતિ મુલાકાત 2 - image

લોકસભાની ચૂંટણી સંદર્ભે જામનગરમાં ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં જામનગરની એક ખાનગી હોટલમાં ભાજપની ખાનગી બેઠક મળી હતી.જે ખાનગી બેઠકમાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જે ખાનગી બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનો સાથે પણ બેઠક કરવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.


Google NewsGoogle News