ગેરકાયદેસર અમેરિકા જતા ઝડપાઇ ગયેલા લોકોએ પોલીસ સામે મૌન સેવ્યું

કેન્દ્રીય ગૃહવિભાગની સુચનાને આધારે તપાસની દિશા નક્કી થશે

સમગ્ર કેસની તપાસ કઇ નોડલ એજન્સીને સોંપવી? તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશેઃ પોલીસ કેસના થવાના ડરથી અનેક લોકો અન્ય સ્થળે જતા રહ્યા

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
ગેરકાયદેસર અમેરિકા જતા ઝડપાઇ ગયેલા લોકોએ પોલીસ સામે મૌન સેવ્યું 1 - image

અમદાવાદ, બુધવાર

ગેરકાયદેર રીતે દુબઇના રૂટથી નિકારાગુઆ થઇને અમેરિકા ગયેલા લોકોને ભારત લાવવામાં આવ્યા છે. જે પૈકી મહેસાણાના  જિલ્લાના ૨૧ લોકોનો સમાવેશ થાય છે.  સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે તેમની પુછપરછ કરવાનું કહેવામાં આવતા  તમામ લોકોની સાથે તેમના પરિવારજનોએ પણ ભેદી મૌન સેવી લીધું છે.  બીજી તરફ આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કે સ્ટેટ મોનીટરીંગ સેલ  પૈકી  કોઇપણ એક નોડલ એજન્સીને ગૃહ વિભાગ દ્વારા તપાસ સોંપવામાં આવી છે. સાથેસાથે તપાસના ગાઇડલાઇન કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. બીજી તરફ ફ્રાંસથી પરત આવેલા કેટલાંક લોકો પોલીસ કેસના ડરથી ફરવાના બહાને અન્ય સ્થળે જતા રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. રોમાનિયાની ખાનગી  એરલાઇનના ભાડાની ફ્લાઇટમાં દુબઇથી નિકારાગુઆ જતા સમયે ફ્રાન્સમાં ફ્યુઅલીંગ સમયે ઝડપાયેલા ૩૦૦ જેટલા ભારતીય મુસાફરો પૈકી ૨૭૬ પેસેન્જરોને ભારત પરત લાવવામાં આવ્યા હતા. જેમાંથી ૨૧ લોકો મહેસાણાના આખજ, સાલડી  અને વડસસ્મા સહિતના ગામોના રહેવાસી હતા.   જો કે ભારત પરત આવ્યા બાદ તમામ લોકોની સાથે તેમના પરિવારજનોએ મૌન સેવી લીધું છે.  તો કેટલાંક લોકો પોલીસ કેસ થવાના ડરને કારણે પરિવાર સાથે થોડા દિવસો અન્ય રાજ્યોમાં ફરવા માટે જતા રહ્યા છે.બીજી તરફ સુત્રોએ જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડનો મામલો છે. જેની તપાસ ખુબ ઉંડાણ પૂર્વક થાય તે જરૂરી છે. જેથી એક ચોક્કસ  પેટર્નથી  સમગ્ર દેશમાં તપાસ કરવાની હોવાથી કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા  જે તે રાજ્યના ગૃહ વિભાગને  પરત આવેલા  લોકોના નામ સરનામા અને અન્ય વિગતો મોકલવામાં આવશે. જે પછી  રાજ્યના ગૃહવિભાગ દ્વારા સીઆઇડી ક્રાઇમ કે સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવી શકે છે. જે કેસની તપાસ ગાઇડલાઇન કેન્દ્રીય ગૃહવિભાગ આપશે.  જેથી સમગ્ર દેશમાં એક પેટર્નથી તપાસ થઇ શકે.  આ ઉપરાંતઆ કેસમાં અડંરગ્રાઉન્ડ થયેલા એજન્ટોની અટકાયત કરવા માટે  સ્થાનિક પોલીસથી માંડીને સીઆઇડી ક્રાઇમની સહિત ટીમ પણ કામ કરી રહી છે.  જેથી  તપાસ દરમિયાન મુળ સુધી પહોંચી શકાય. આ સાથે અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે હાલ જે લોકો અમેરિકા જતા પકડાયા છે. તેમના કેટલાંક સગા અને મિત્રો અગાઉ ગેરકાયદેસર રીતે ્અમેરિકા પહોંચી ગયા છે. જો કે આ મામલે લોકોએ મોઢા મૌન ધારણ કરી દીધું છે. પરંતુ, સમગ્ર કેસની તપાસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની પુરેપુરી શક્યતા છે.

 


Google NewsGoogle News