Get The App

ગાંધીનગરમાં દેશની સાત નેશનલ એજન્સીઓ સાથે પોલીસની બેઠક યોજાઇ

પોલીસની કામગીરીને વધુ સુદઢ બનાવવાનો હેતુ

રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેંજ આઇજી અને એસ પી કક્ષાના સહિતના અધિકારીઓ હાજર રહ્યા

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News

 ગાંધીનગરમાં દેશની સાત નેશનલ એજન્સીઓ સાથે  પોલીસની બેઠક યોજાઇ 1 - imageઅમદાવાદ,ગુરૂવાર

દેશમાં આંતરિક સુરક્ષા અને સાયબર સિક્યોરીટી તેમજ અન્ય મહત્વના મુદ્દાઓ પર કામ કરતી દેશની એનઆઇએ સહિત સાત જેટલી રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓના અધિકારીઓ સાથે ગુજરાત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાત પોલીસની કામગીરીનું અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને  વધુ સારી કામગીરી કરી શકાય તે માટે માર્ગદર્શન લઇને ચર્ચા કરવામાં આવી હતી.  ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર ગુજરાત પોલીસ અને દેશની સાત રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓના અધિકારીઓ વચ્ચેની એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનઆઇએ સહિતની દેશની આંતરિક સુરક્ષા તેમજ સાયબર સિક્યોરીટી તેમજ આર્થિક ગુનાઓ પર કામ કરતી સાત જેટલી  મહત્વની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફે હાજર રહીને  વિવિધ એજન્સીઓની કામગીરી  અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.  જે કામગીરીને આધારે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને પોલીસ ફોર્સને વધુ મજબુત બનાવવા માટે ચર્ચા થઇ હતી. આ સેમીનારમાં ગાંધીનગર પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ, તમામ પોલીસ કમિશનરરેંજ આઇજી અને તમામ પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. આ  પ્રકારનો સેમીનાર ગુજરાતમાં જ નહી પણ દેશમાં પ્રથમવાર યોજવામાં આવ્યો છે. \રાજ્ય પોલીસ વડા  વિકાસ સહાયે જણાવ્યું કે આ પ્રકારની મીટીંગથી ગુજરાત પોલીસના ્અધિકારીઓને નેશનલ એજન્સીઓની મહત્વની કામગીરી અંગે માહિતી મળવાની સાથે તેનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસ ગુના ઉકેલવા, કે ગુનાને કાબુમાં રાખવાના મહત્વનું કામ કરી શકશે. આમ પોલીસ ફોર્સ વધુ મજબુત થશે.


Google NewsGoogle News