મિરઝાપુરમાં યુવકની હત્યા કરનાર આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે રીજેક્ટ કરી
હુમલો સીટ કવરની ધંધાકીય હરિફાઇની અદાવત રાખીને કરાયો હતો.
હાલ ત્રણેય પુત્રો અને તેના પિતાને જેલમાં રહેવું પડશે
આ
(આરોપી મોહસીન પઠાણ)
અમદાવાદ,
બુધવાર
શહેરના મિરઝાપુર પેરેડાઇઝ કોમ્પ્લેક્સ પાસે સાત મહિના પહેલા મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ , વસીમ પઠાણ અને તેમના પિતા કરીમખાન સૈયદ દ્વારા મોહમંદ બિલાલ બેલીમ નામના ૨૪ વર્ષીય યુવકનું છરીને ૪૦થી વધારે ઘા ઝીંકીને મોત નીપજાવવામાં આવ્યું હતું. આ હુમલો સીટ કવરની ધંધાકીય હરિફાઇની અદાવત રાખીને કરાયો હતો. આ કેસમાં શાહપુર પોલીસે ગુનો નોંધીને અબ્દુલ કરીમ અને તેના ત્રણેય પુત્રોને ઝડપીને રિમાન્ડ બાદ સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. જે પૈકી મોહસીન પઠાણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જો કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક મોહંમદ બેલીમના ભાઇને આરોપીઓએ જેલમાંથી ફોન કરીને કેસમાં સમાધાન કરવાની ધમકી આપીને હોવાની ફરિયાદ પણ શાહપુર પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આમ આરોપીઓ બહાર આવીને ફરિયાદી પર જીવલેણ હુમલો કરી શકે તેવી શક્યતાને લઇને પણ ફરિયાદી પક્ષે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જેલમાંથી ફોન થયાની ઘટના અંગે જેલ પ્રશાસને નોંધ લીધી હતી. તેમજ કોર્ટને પણ આ અંગે વાકેફ કરવામાં આવી હતી. આમ હવે યુવકની હત્યા કરનાર પિતા અને તેના ત્રણેય પુત્રોને જેલમાં જ રહેવુ ંપડશે.