NCLT નિમણૂકના નિયમોને પડકારતી રિટમાં નોટિસ
ટ્રિબ્યુનલની નિયુક્તિ જાહેરાતને પડકારાઇ
૫૦ વર્ષની વધુના જજની નિયુક્તિના નિયમને પડકાર : કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ
અમદાવાદ,
મંગળવાર
નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં જજની નિયુક્તિના ન્યૂનતમ
વયમર્યાદાના માપદંડ સામે ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની રિટમાં
કોર્ટે કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવાનિર્દેશ કર્યો
છે. અરજદારની રજૂઆત છે કે ૫૦ વર્ષની નીચેની વ્યક્તિ હાઇકોર્ટ જજ બની શકે તો કંપની
લૉ ટ્રિબ્યુનલ માટે શા માટે ૫૦ વર્ષથી વધુની વયના જજની નિમણૂક કેવી રીતે થઇ શકે.
અરજદારની રજૂઆત છે કે
રિટમાં રજૂઆત કરી છે કે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા ૧૩-૧૦-૨૦૨૧ના
રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી ટ્રિબન્યુલમાં નિયુક્તિની જાહેરાત આપવામાં આવી છે. જેમાં
નિમણૂક માટે ઓછામાં ઓછી ૫૦ વર્ષની વય હોવી અનિવાર્ય છે. ૫૦ વર્ષની ઓછી વયની
વ્યક્તિ હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિ થઇ શકે તો ટ્રિબ્યુનલની નિયુક્તિઓ માટે આવાં
વિપરિત માપદંડ ન હોવા જોઇએ. આ ઉપરાંત આ પ્રખારના માપદંડ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું
પણ ઉલ્લંઘન કરે છે. તેથી અરજી પેન્ડીંગ છે તે સમય દરમિયાન નિમણૂક પ્રક્રિયા પર
હાઇકોર્ટે સ્ટે ફરમાવવો જોઇએ.