૨૦૦૯ના અકસ્માત કેસમાં ૩૨ લાખના વળતરનો આદેશ
સિવિલ કોર્ટના આદેશ સામે મૃતકના પરિવારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી
મૃતકની આવક માસિક 18 હજાર ગણવા નિર્દેશ
અમદાવાદ,
સોમવાર
રાજકોટ જિલ્લાના વર્ષ ૨૦૦૯ના અકસ્મતા કેસમાં ગુજરાત
હાઇકોર્ટે મૃતકના પરિવારજનોને ૩૨ લાખ ૨૯ હજાર વળતર ચૂકવવા આદેશ વીમા કંપનીને કર્યો
છે. રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામમાં પાંઉભાજીની લારી ચલાવતા યુવકનું ૨૦૦૯માં
અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરિવારજનોને યોગ્ય વળતર ન મળતા ધોરાજીની સિવિલ
કોર્ટમાં દાવો કરાયો હતો. જેમાં કોર્ટે મૃતકની માસિક આવક ત્રણ હજાર રૃપિયા ગણી૭.૧૯
લાખ રૃપિયાનું વળતર આપવા આદેશ કર્યો હતો. જેની સામે પરિવારે હાઇકોર્ટમાં અપીલ કરી
હતી. જેમાં મૃતકના બેન્ક વ્યવહારો,
આવકના પુરાવા, બાળકોની
સ્કૂલ ફીની વિગતો દર્શાવાઇ હતી. આ વિગતોને ધ્યાને રાખી હાઇકોર્ટે ધ્યાને રાખ્યું
હતું કે અરજદારની માસિક આવક ત્રણ હજાર ન હોઇ શકે, આઠ લોકોના પરિવારના ગુજરાન માટે માસિક ૧૮ હજારની આવક જરુરી
છે. જેથી હાઇકોર્ટે માસિક ૧૮ હજાર લેખે કુલ ૩૨ લાખ ૨૯ હજાર ચૂકવવા વીમા કંપનીને
આદેશ કર્યો છે.