ગુજરાત એક્સપ્રેસ અને ગુજરાત ક્વીન ટ્રેન ફરી શરૂ
- અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તા.૨૦ સપ્ટેમ્બરથી રોજ અમદાવાદથી સવારે 7 વાગ્યે ઉપડશે
- અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન તા. ૨૧ સપ્ટેમ્બરથી અમદાવાદથી રોજ 18.10કલાકે ઉપડીને ૦૦.40 કલાકે વલસાડ પહોંચશે
અમદાવાદ,તા.15 સપ્ટેમ્બર 2021, બુધવાર
અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અને અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન ટ્રેન પુનઃશરૂ કરવામાં આવી છે.
ટ્રેનનં.૦૯૦૧૨/૧૧ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તા.૨૦ સપ્ટેમ્બરથી રોજ અમદાવાદથી સવારે ૭ વાગ્યે ઉપડશે.તે જ દિવસે ટ્રેન ૧૫ઃ૫૫ કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. પરતમાં મુંબઇ સેન્ટ્રલથી તા.૨૧ સપ્ટેમ્બરથી રોજ સવારે ૫ઃ૪૫ કલાકે ઉપડશે જે બપોરે ૧૪ઃ૩૦ કલાકે અમદાવાદા પહોંચશે.
ટ્રેન નં.૦૯૧૩૬/૩૫ અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન તા. ૨૧ સપ્ટેમ્બરથી અમદાવાદથી રોજ ૧૮ઃ૧૦ કલાકે ઉપડીને ૦૦.૪૦ કલાકે વલસાડ પહોંચશે. પરતમાં ૨૨ સપ્ટેમ્બરથી વલસાડથી રોજ સવારે ૦૪ઃ૦૫ કલાકે ટ્રેન ઉપડીને ૧૦ઃ૨૫ કલાકે અમદાવાદ પહોંચશે.બંને ટ્રેનો સંપૂર્ણપણે રિઝર્વેશન ટિકિટવાળી રહેશે.