Get The App

સીએસઆર ફંડમાં ગુજરાતની કંપનીઓ મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ત્રીજા નંબરે

દેશમાં પાંચ વર્ષમાં 1.27 લાખ કરોડનું સીએસઆર ફંડ વપરાયું

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
સીએસઆર ફંડમાં ગુજરાતની કંપનીઓ  મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ત્રીજા નંબરે 1 - image

વડોદરા : સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે કોર્પોરેટ સેક્ટર દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી) ફંડ વાપરવામાં આવે છે. 'ભારત સીએસઆર પરફોર્મન્સ રિપોર્ટ-૨૦૨૪' અનુસાર વર્ષ દેશમાં ૨૦૧૮થી ૨૦૨૩ પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગોએ ં રૃ.૧.૨૭ લાખ કરોડ સીએસઆર પ્રોજેક્ટમાં ખર્ચ કર્યા છે.

ગુજરાતમાં કંપનીઓએ સીએસઆર હેઠળ 7,140 કરોડનો ખર્ચ કર્યો, સૌથી વધુ ફંડ અમદાવાદમાં વપરાયું, મહિસાગર જિલ્લાને એક પણ રૃપિયો મળ્યો નહીં

સમગ્ર દેશમાં સીએસઆર ફંડમાં ખર્ચ કરનાર મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. પાંચ વર્ષમાં મહારાષ્ટ્રના ઉદ્યોગોએ વિવિધ સીએસઆર એક્ટિવિટીમાં રૃ.૨૦,૮૩૮ કરોડ ફાળવ્યા હતા. કર્ણાટકમાં આ આંકડો ૭,૮૦૬ કરોડ છે જ્યારે ગુજરાત ત્રીજા નંબરે છે. ગુજરાતમાં આશરે ૩,૦૦૦થી વધુ કંપનીઓએ પાંચ વર્ષમાં ૭,૧૪૦ કરોડ રૃપિયા સીએસઆર પ્રોજેક્ટમાં વાપર્યા છે. જે પાંચ વર્ષમાં દેશના કુલ સીએસઆરના ૬ ટકા જેટલા છે.

ગુજરાતમાં ૧,૭૪૧ કરોડ સાથે સૌથી વધુ સીએસઆર ફંડ અમદાવાદ જિલ્લામાં જ્યારે સૌથી ઓછુ એક કરોડ રૃપિયાનું ફંડ અરાવલી જિલ્લામાં સીએસઆર હેઠળ આપવામાં આવ્યુ છે. પછાત જિલ્લામાં જેની ગણતરી થાય છે એવા મહિસાગર જિલ્લાને પાંચ વર્ષમાં સીએસઆર હેઠળ એક પણ રૃપિયો મળ્યો નથી. ગુજરાતમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય ક્ષેત્રના વિકાસ માટે સીએસઆર ફંડનો ઉપયોગ થઇ રહ્યો છે. જે રિપોર્ટના આંકડા ઉપરથી જાણી શકાય છે. પર્યાવરણ ક્ષેત્રે સીએસઆરનો ફંડ થતો હોય તેવી કોઇ માહિતી આ રિપોર્ટમાં નથી.

ગુજરાતમાં ક્યા ક્ષેત્રમાં કેટલુ સીએસઆર ઉપયોગ થયું

શિક્ષણ ૨,૪૩૭

આરોગ્ય ૨,૨૧૭

ગ્રામ્ય વિકાસ  ૦,૫૧૩

(આંકડા કરોડમાં)

દેશમાં સીએસઆરમાં ટોપ ૧૦ રાજ્ય

મહારાષ્ટ્ર ૨૦,૮૩૮

કર્ણાટક ૦૭,૮૦૬

ગુજરાત ૦૭,૧૪૦

તમિલનાડુ ૦૬,૧૧૫

દિલ્લી ૦૪,૯૮૦

ઉત્તર પ્રદેશ ૦૪,૪૯૭

આંધ્રપ્રદેશ ૦૩,૭૦૭

ઓડિશા ૦૩,૬૫૧

રાજસ્થાન ૦૩,૪૧૯

તેલંગાણા ૦૩,૧૯૦

(આંકડા કરોડમાં)

ગુજરાતમાં ક્યાં કેટલુ સીએસઆર વપરાયુ 

અમદાવાદ ૧૭૪૧

વડોદરા ૦૪૫૨

સુરત ૦૩૯૬

ભરૃચ ૦૩૨૦

ગાંધીનગર ૦૨૨૫

વલસાડ ૦૨૩૩

કચ્છ ૦૨૨૨

દાહોદ ૦૨૦૩

ભાવનગર ૦૧૯૭

રાજકોટ ૦૧૪૪

સુરેન્દ્રનગર ૦૧૨૯

જામનગર ૦૧૨૬

મહેસાણા ૦૦૮૩

પંચમહાલ ૦૦૫૮

અમરેલી ૦૦૫૦

બનાસકાંઠા ૦૦૪૯

નર્મદા ૦૦૪૧

ખેડા ૦૦૪૦

સાબરકાંઠા ૦૦૩૨

જુનાગઢ ૦૦૨૪

નવસારી ૦૦૨૩

પાટણ ૦૦૧૭

ડાંગ ૦૦૧૬

ગીર સોમનાથ ૦૦૧૫

તાપી ૦૦૧૫

પોરબંદર ૦૦૧૪

દ્વારકા ૦૦૦૭

મોરબી ૦૦૦૬

છોટાઉદેપુર ૦૦૦૪

આરાવલી ૦૦૦૧

મહિસાગર ૦૦૦૦

(આંકડા કરોડમાં)



Google NewsGoogle News