Get The App

૧૩૦ કરોડના કોકેઇનનો જથ્થો સાઉથ અમેરિકા-યુરોપ રૂટથી આવ્યા આશંકા

કંડલા પોર્ટ પાસેથી મળી આવેલા કોકેઇનનો મામલો

એટીસ દ્વારા ટેકનીકલ એનાલીસીસ અને કન્ટેનર અંગે તપાસ ઃ દિલ્હીના ડ્રગ્સ માફિયાની સંડોવણી શક્યતા

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
૧૩૦ કરોડના કોકેઇનનો જથ્થો સાઉથ અમેરિકા-યુરોપ રૂટથી આવ્યા આશંકા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

 કચ્છના કંડલા પોર્ટથી ખારી રોહરના રસ્તા પરની ઝાડીઓમાંથી મળી આવેલા રૂપિયા ૧૩૦ કરોડની કિંમતના કોકેઇનના કેસ મામલે હજુ સુધી ગુજરાત એટીએસ સ્થાનિક કડી મળી નથી. જો કે આ કોકેઇનનો જથ્થો કંડલા પોર્ટ પર સાઉથ અમેરિકા અને યુરોપના રસ્તાથી ગુજરાતમાં મોકલાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  જે અંગે ટેકનીકલ સર્વલન્સ અને કંડલા પોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે .કચ્છના કંડલા પોર્ટથી ખારી રોહર તરફ જવાના રસ્તા પર એચપીસીએલ કંપનીની સામે આવેલી બાવળની ઝાડીઓમાંથી રૂપિયા ૧૩૦ કરોડની કિંમતનો કોકેઇનનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરાયો હતો. એટીએસની તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો કંડલા પોર્ટ પરથી કન્ટેનરમાં ગુજરાતમાં સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી લવાયો હોવાની  માહિતી મળી છે. જેના આધારે  વિવિધ દેશોમાંથી આવેલા કન્ટેનર અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથેસાથે ટેકનીકલ સર્વલન્સ તેમજ રસ્તા પરના સીસીટીવી પરથી પસાર થનારા વાહનો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીના ડ્રગ્સ માફિયાને મોકલવાનો હતો. જેમાં કેટલાંક ડ્રગ્સ માફિયાઓ અંગે એટીએસ દ્વારા દિલ્હી પોલીસ સહિત અન્ય એજન્સીઓની મદદ લઇને તપાસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News