ISKP સંગઠન સાથે જોડાયેલા પાંચ શંકાસ્પદ લોકોની ગોધરાથી ધરપકડ
એનઆઇએના ઇનપુટના આધારે એટીએસની કાર્યવાહી
ઝડપાયેલા લોકો પાસેથી વાંધાજનક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું ઃ પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા
અમદાવાદ,ગુરૂવાર
ગુજરાત એટીએસ દ્વારા ગોધરામાંથી પાંચ લોકોની ધરપકડ કરી કરી છે. ઝડપાયેલા આરોપીઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં તેમની પાસેથી વાંધાનજક સાહિત્ય અને વિડીયો ક્લીપ જપ્ત કરી છે. જે અંગે પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગુજરાત એટીએસના અધિકારીઓને એનઆઇએ દ્વારા મળી રહેલી ટીપને આધારે બાતમી મળી હતી કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સના સ્લીપર સેલ ગોધરામાં એક્ટીવ છે. જેના આધારે એટીએસ દ્વારા ગોધરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી વાંધાજનક વિડીયો મળી આવ્યા હતા. આ વિડીયોમાં જેહાદ કરવા અને દેશ વિરોધી કામ કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવતી હતી. સાથેસાથે કેટલાંક સાહિત્ય પણ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સુરતમાંથી એક મહિલાની ધરપકડ કરવામા આવી હતી. જે આતંકી કામ માટે ગેરકાયદેસર રીતે અફઘાનિસ્તાન જવાની તૈયારીમાં હતી. ત્યારે હાલ ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા એટીએસના અધિકારીઓએ વ્યક્ત કરી છે.