દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિકને રૂપિયા અઢી કરોડના હેરોઇન સાથે ઝડપી લેવાયો

પાકિસ્તાનથી ગુજરાતમાં આવેલા ડ્ગ્સ કેસની તપાસમાં એટીએસ દ્વારા કા્ર્યવાહી

સપ્ટેમ્બર ૨૦૨૩માં વેરાવળથી હેરોઇનનો જથ્થો ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાની યુવકને દિલ્હી તિલકનગર પહોંચતો કરાયો હતો

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિકને રૂપિયા અઢી કરોડના હેરોઇન સાથે ઝડપી લેવાયો 1 - image

અમદાવાદ,શુક્રવાર

ગુજરાત એટીએસની પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના નેટવર્કની તપાસ કામગીરી દરમિયાન દિલ્હી  કનેકશન સામે  આવ્યું હતું. જેના સમગ્ર ડ્રગ્સ કાર્ટેલની તપાસ દરમિયાન દિલ્હીથી એક અફઘાનિસ્તાનના નાગરિકને રૂપિયા અઢી કરોડની કિંમતના હેરોઇનના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા અગાઉ નોંધાયેલા ઇશા હુસૈન રાવ અને પાકિસ્તાનના મુર્તુઝાએ સાથે સપ્ટેમ્બર ૨૦૨૩માં ઓમાનથી હેરોઇનનો જથ્થો લાવીને દિલ્હીના તિલકનગરમાં રહેતા નાઇજીરીયનને સપ્લાય કર્યો હતો અને તેની પાસેથી  અફઘાનિસ્તાનના યુવક ચાર કિલો હેરોઇનની ખરીદી કરી હતી. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસના અધિકારીઓએ ગત ૫મી માર્ચના રોજ ગુનો નોંધ્યો હતો. જેમા મુખ્ય આરોપી ઇશા હુસૈન રાવે તથા  પાકિસ્તાનના ડ્ગ્સ માફિયા મુર્તુઝા, ઇશા રાવની પત્ની તાહિરાદીકરા અરબાઝપુત્રી માસૂમા અને   માસૂમાના મંગેતર રીઝવાન દ્વારા  સપ્ટેમ્બર ૨૦૨૩માં વેરાવળના દરિયા કિનારે હેરોઇનનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં નાઇજીરીયન તેમજ અફઘાનિસ્તાનના નાગરિક દ્વારા દિલ્હીમાં સપ્લાય કરીને વેચાણ કરવામાં આવતો હતો.    કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરફેર અને મની ટ્રેઇલની તપાસ માટે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.  આ દરમિયાન સુરત ક્રાઇમબ્રાંચના ડીસીપી બી પી રોજીયાને બાતમી મળી હતી કે હાલ નોઇડામાં રહેતો અફઘાનિસ્તાનનો નાગરિક મહંમદ યાસીન સાહિબ આ ડ્રગ્સ કાર્ટેલમાં સંડોવાયેલો છે અને તેની પાસે ડ્રગ્સનો મોટો જથ્થો છે. જે બાતમીને આધારે  ગુજરાત એટીએસના સ્ટાફે દિલ્હી  ભોગલ વિસ્તારમાં દરોડો પાડીને મહંમદ યાસીનની ધરપકડ કરીને તેની પાસેથી રૂપિયા અઢી કરોડની કિંમતનું ૪૬૦ ગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. મહંમદ યાસીન ગ્રેટર નોઈડા સેક્ટર-૩માં  રહેતો હતો અને તે  અફઘાનિસ્તાનના જલાલાબાદનો વતની હતો. આ અંગે વધુ માહિતી આપતા એટીએસના એસપી સુનિલ જોષીએ જણાવ્યું કે મહંમદ યાસીને નાઇજીરીયન નાગરિક પાસેથી રૂપિયા ૨૦ કરોડની કિંમતનું  ચાર કિલો હેરોઇન લીધુ હતું. જે સ્થાનિક બજારમાં વેચાણ કરતો હતો. આમ, તેણે સાડા ત્રણ કિલો ઉપરાંતનું હેરોઇન નોઇડા અને દિલ્હીમાં વેચાણ કર્યું હતું.  મહંમદ યાસીન મેડીકલ વિઝા પર વર્ષ ૨૦૧૭માં  ભારત આવ્યો હતો. જે મેડીકલ વિઝા પર આવતા અફઘાનિસ્તાનના નાગરિકો માટે ટ્રાન્સલેશનનું કામ કરતો હતો. જો કે વર્ષ પહેલા તેના વિઝા એક્સપાયર થઇ ગયા હોવાથી તેણે  રેફ્યુઝી કાર્ડ માટે એપ્લાય કર્યું હતું. એટીએસ દ્વારા અગાઉ નોંધાયેલા કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે દિલ્હી કનેકશન સામે આવતા તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા એટીએસના અધિકારીઓએ વ્યક્ત કરી છે.

 

ઇશા હુસૈન રાવ ૬૦૦ કરોડની હેરોઇન ડ્રગ્સના કેસનો માસ્ટર માઇન્ડ

વર્ષ ૨૦૨૧માં ગુજરાત એટીએસના અધિકારીઓએ મોરબી પાસેથી રૂપિયા ૬૦૦ કરોડની કિંમતનું ૧૨૦ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. જે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદરથી ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું. આ કેસમાં ઇશા હુસૈન રાવ મુખ્ય આરોપી હતો.  જો કે હાલ તે આફ્રિકામાં રહીને ભારતનો ડ્રગ્સનો મોટો કારોબાર કરે છેે.એટીએસ દ્વારા આઠ કિલો હેરોઇનના કેસમાં અગાઉ ઇશા હુસૈન રાવની પત્ની  અને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News