ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવને અનુસધાનમાં પોલીસ એલર્ટ
સોશિયલ મિડીયા પર સતત વોચ રાખવા સુચના
ેખેરાલુની ઘટના બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ રહેવા માટે ડીજીપીએ તાકીદ કરી
અમદાવાદ(અયોધ્યામાં પેટ્રોલીંગનો ફોટો) સોમવાર,રવિવાર
અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સમ્રગ દેશમાં દિવાળી જેવો માહોલ છે. જે અનુસંધાનમા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં મોટાપ્રમાણમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવાની સાથે સ્થાનિક પોલીસની સાથે વિવિઘ સુરક્ષા એજન્સીઓને સક્રિય કરવામાં આવી છે. જેમાં સંવેદનશીલ વિસ્તારો પેટ્રોલીંગ ઉપરાંત, સોશિયલ મિડીયા પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, મોટાપ્રમાણમાં શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સુચના આપવામાં આવી છે.અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાનમાં ગુજરાતના તમામ શહેરોમાં હજારોની સંખ્યામાં શોભાયાત્રા થી માંડીને આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે રવિવારે ખેરાલું શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ બની છે અને સોમવારે કાયદો-વ્યવસ્થા ન ખોરવાઇ તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને વિશેષ આયાજન કરવા માટે સુચના આપવામાં આવી ેછે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પોલીસ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીના સુપરવિઝનમાં સતત સીસીટીવી નેટવર્કથી નજર રાખવામાં આવશે. સાથેસાથે અમદાવાદના તમામ પોલીસ મથકોના સ્ટાફને તેમના વિસ્તારમાં વોચ રાખવા માટે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની ટીમ પણ તૈનાત કરવાની તાકીદ કરવામાં આવી છે. અમદાવાદમાં મોટાભાગના સ્થળોએ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જે અનુસંધાનમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ટ્રાફિક પોલીસ સાથે હોમગાર્ડના જવાનોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે સોશિયલ મિડીયા પર નજર રાખવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમની એક વિશેષ ટીમને કામગીરી સોંપવામાં આવી છે અને તેમની મદદમાં સોશિયલ મિડીયા એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી કહી છે. તેમજ કેટલાંક સંવેદનશીલ વિસ્તારો પણ અલગ તારવીને ત્યાં વધારોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.