Get The App

નેશનલ રેન્કિંગ : ગુજરાત યુનિ.અને IIT ગાંધીનગર ફરીવાર ટોપ ૧૦૦માં

ઓવરઓલ ટોપ ૧૦૦માં IIT ગાંધીનગર ૩૩મા અને ગુજરાત યુનિ.૬૨મા ક્રમેઃખાનગી યુનિ.એક પણ નહી

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૧નો રિપોર્ટ જાહેર

Updated: Sep 9th, 2021


Google NewsGoogle News
નેશનલ રેન્કિંગ : ગુજરાત યુનિ.અને  IIT ગાંધીનગર ફરીવાર ટોપ ૧૦૦માં 1 - image

અમદાવાદ

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે ૨૦૨૧ના વર્ષનો નેશનલ રેન્કિંગ રિપોર્ટ (નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક-એનઆઈઆરએફ) જાહેર કરવામા આવ્યો છે.જેમાં ઓવરઓલ રેન્કિંગમાં દેશની ટોપ ૧૦૦ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતમાંથી ફરી એકવાર આઈઆઈટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીએ સ્થાન મેળવ્યુ છે. આ વર્ષના રેન્કિંગમાં આઈઆઈટી ગાંધીનગર ઉપર જતા ૩૩મા ક્રમે અને ગુજરાત યુનિ. બે રેન્ક નીચે જતા ૬૨મા ક્રમે આવી છે.આ વર્ષે પણ દેશની ટોપ ૧૦૦ શૈક્ષણિક સંસ્થાઓમાં રાજ્યની એક પણ ખાનગી યુનિવર્સિટી-કોલેજે સ્થાન મેળવ્યુ નથી.જ્યારે યુનિ.કેટેગરીમાં ગુજરાત યુનિ.ફરીવાર ટોપ ૫૦માં આવી છે.

નેશનલ રેન્કિંગમાં ઓવરઓલ કેટેગરીમાં આ વર્ષે પણ ગુજરાતમાંથી બે જ સંસ્થા સ્થાન મેળવી શકી છે. આઈઆઈટી ગાંધીનગર ગત વર્ષે જ્યાં ૩૫મા ક્રમે હતી ત્યારે આ વર્ષે ૫૨.૭૭ સ્કોર સાથે ૩૩મા ક્રમે આવી છે. ગુજરાતની સૌથી મોટી અને જુની સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિ.૪૬.૫૭ સ્કોર સાતે ૬૦માંથી ૬૨મા ક્રમે આવી છે.ટોપ ૧૦૦મા ૬૨મા ક્રમે  ગુજરાત યુનિ.સાથે તેલંગાણાની ઓસ્માનિયા યુનિ.પણ  એક સરખા સ્કોર સાથે સ્થાન પામી છે. યુનિવર્સિટી કેટેગરીમાં ગુજરાત યુનિ.૪૭.૬૦ સ્કોર સાથે એક નંબર આગળ આવતા આ વર્ષે ૪૩મા રેન્ક પર આવી છે.ગત વર્ષે ટોપ ૧૦૦ યુનિ.માં ગુજરાતમાંથી જ્યાં એક જ યુનિ.હતી ત્યારે આ વર્ષે પીડીપીયુ ૪૧.૩૮ સ્કોર સાથે ૭૩મા ક્રમે અને એમ.એસ.યુનિ.૩૯.૪૮ સ્કોર સાથે ૯૦મા ક્રમે આવી છે.

આ વર્ષે નવી  એક કેટેગરી સાથે કુલ ૧૧ કેટેગરીમાં નેશનલ રેન્કિંગ રિપોર્ટ જાહેર થયો છે.જેમાં ગુજરાતમાંથી એન્જિનિયરિગ કેટેગરીમાં ટોપ ૧૦૦માં ત્રણ, મેનેજમેન્ટમાં ટોપ ૭૫માં બે,ફાર્મસીમાં ટોપ ૭૫માં ચાર, કોલેજ કેટેગરીમાં ટોપ ૧૦૦માં બે,લૉ કેટેગરીમાં ટોપ ૩૦માં એક, આર્કિટેકચરમાં ટોપ ૨૫માં એક  અને નવી ઉમેરાયેલી રીસર્ચ કેટેગરીમાં ટોપ ૫૦માં એક ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ સ્થાન મેળવ્યુ છે.મેડિકલની કેટેગરી અને ડેન્ટલની કેટેગરીમાં ગુજરાતમાંથી એક પણ સંસ્થા નથી.રીસર્ચ કેટેગરીમાં જાહેર કરાયેલા ૫૦ રેન્કિંગમાં ગુજરાતમાંથી આઈઆઈટી ગાંધીનગરે ૩૯મો રેન્ક મેળવ્યો છે.જ્યારે આ વર્ષે પણ આઈઆઈએમ અમદાવાદ મેનેજમેન્ટ કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે આવી છે. ગુજરાતમાં જે રીતે બિલાડીના ટોપની જેમ ખાનગી અને સેકટોરિયલ યુનિ.ઓ વધી રહી છે તે જોતા ટોપ ૧૦૦માં રેન્કિંગમાં એક-બે સંસ્થાઓ સ્થાન મેળવે તે ખરેખર ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાના અને સ્ટડી ઈન ગુજરાતના દાવાને પોકળ સાબીત કરે છે.જ્યારે લાખો રૃપિયાની ફી લેતી ખાનગી યુનિ.ઓનો દેખાવ પણ નબળો કહી શકાય તેવો છે.કુલપતિના વિઝન અને યુવા પ્રોફેસરો-અધિકારીઓની મહેનત તેમજ નવા નવા કોર્સ અને બાંધકામો સાથે ગુજરાત યુનિ.ને જ્યારે સતત બીજી વાર ટોપ ૫૦ યુનિ.માં રેન્ક મળ્યો છે ત્યારે ઘણા વર્ષોથી નેકમાં એ ગ્રેડની આશા ધરાવતી ગુજરાત યુનિ.ની એ ગ્રેડની આશા હવે પુરી થશે તેવુ લાગી રહ્યુ છે.


વિવિધ કેટેગરીમાં રેન્ક મેળવનારી યુનિ.-કોલેજો

ઓવરઓલ            સ્કોર   રેન્ક

આઈઆઈટી-ગાંધીનગર               ૫૨.૭૭ ૩૩

ગુજરાત યુનિવર્સિટી           ૪૬.૭૭ ૬૨

યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી           ૪૭.૬૦ ૪૩

પીડીપીયુ                      ૪૧.૩૮ ૭૩

એમ.એસ.યુનિ.         ૩૯.૪૮ ૯૦

એન્જિનિયરિંગ

આઈઆઈટી-ગાંધીનગર               ૫૬.૮૬ ૨૨

એસવીએનઆઈટી-સુરત              ૪૯.૯૯ ૪૭

પીડીપીયુ                      ૪૩.૧૭ ૬૮

મેનેજમેન્ટ

આઈઆઈએમ અમદાવાદ             ૮૩.૬૯ ૦૧

ઈન્સ્ટિ.ઓફ રૃરલ મેનેજમેન્ટ   ૪૮.૫૭ ૫૫

પીડીપીયુ                      ૪૪.૫૬ ૬૬

ફાર્મસી

નાઈપર(નેશનલ ફાર્મા રીસર્ચ ઈન્સ.) ૬૩.૩૦ ૧૦

નિરમા યુનિવર્સિટી             ૫૫.૦૬ ૨૦

એમ.એસ.યુનિવર્સિટી          ૫૩.૩૩ ૨૪

એલ.એમ .ફાર્મસી             ૪૪.૭૭ ૪૭

કોલેજ

પી.ડી.પટેલ અપ્લાયડ સાયન્સ ઈન્સ્ટિ.        ૬૧.૧૯ ૨૨

સેન્ટ ઝેવિયર્સ          ૫૪.૪૦ ૫૭

લૉ

જીએનએલયુ                  ૬૫.૧૮ ૦૬

આર્કિટેકચર

સેપ્ટ યુનિવર્સિટી               ૬૬.૭૭ ૦૫

રીસર્ચ

આઈઆઈટી ગાંધીનગર               ૪૪.૧૪ ૩૯

 

 

 

 

GUNIRFIIT

Google NewsGoogle News