Get The App

જામનગર, સુરત, વલસાડના ૧૩ સ્થળે જીએસટીના દરોડા

દરોડોમાં હજી સુધી કોઈ વેપારીની ચોરી પકડાઈ નથી, દરોડાની કાર્યવાહી ચાલુ

Updated: Jul 21st, 2022


Google NewsGoogle News
જામનગર, સુરત, વલસાડના ૧૩ સ્થળે જીએસટીના દરોડા 1 - image



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીએ જામનગર, સુરત અને વલસાડ, ઉંમરગામના મળીને ૧૩ સ્થળોએ બોગસ બિલિંગ કરનારાઓ પર દરોડા પાડયા છે.  જોકે આ દરોડામાં હજી સુધી કોઈ જ ચોરી પકડાઈ નથી.

જામનગરની શ્રી શાંતિ મેટલ રિસાઈક્લિંગ પ્રા.લિ., શાંતિ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ડી.આર. ટ્રેડિંગ, એક્ટિવ મેટલ્સ પ્રા.લિ., મૈત્રી એન્ટરપ્રાઈસ, ઓમકાર એન્ટરપ્રાઈસ, માતૃકૃપા કંસ્ટ્રક્શન કંપની, જય દ્વારકેશ, કન્સ્ટ્રક્શન કંપની, રણજિત લોજિસ્ટિક, જામ રણજિત કેરિયર્સનો સમાવેશ થાય છે. તદુપરાંત સુરત રાધારમણ મેટલ પ્રા.લિ., વલસાડ-સરીગામની એ.કે. મેટલ ટ્રેડર્સ અને વલસાડ-ઉંમરગામની આરએચજે ટયૂબ્સ પ્રા.લિ. પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ કંપનીઓએ ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું જણાતા તેમના પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમની સાથે સંકળાયેલા જુદાં જુદાં સ્થળના ટ્રાન્સપોર્ટર્સને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી ચાલુ જ છે. 


Google NewsGoogle News